એડનઃ યમનના યુદ્ધગ્રસ્ત દક્ષિણ વિસ્તાર અબ્યાનમાં યુનાઈટેડ નેશન્સ (યુએન)ના પાંચ કર્મચારીઓનું અલ-કાયદાએ અપહરણ કર્યું હોવાનું મનાય છે. યુ.એન.ના સત્તાવાર નિવેદનમાં અપહરણ માટે કયું જૂથ જવાબદાર છે તેનો ઉલ્લેખ કરાયો નથી. પરંતુ લોકલ મીડિયા પ્રમાણે અલ-કાયદાના સ્થાનિક જૂથ દ્વારા આ અપહરણ કરાયું છે.
યુએન દ્વારા યમનમાં નિયુક્ત કરાયેલા રેસિડેન્ટ એન્ડ હ્યુમેનીટેરિયન કો - ઓર્ડિનેટરના સીનિયર કોમ્યુનિકેશન એડવાઇઝર રસેલ ગીકિએએ જણાવ્યું હતું કે ફિલ્ડ મિશન પૂર્ણ કર્યા બાદ આ કર્મચારીઓ એડન પરત ફરતા હતા ત્યારે અલ-કાયદાના આતંકીઓ તેમને ઉપાડી ગયા હોવાની શક્યતા છે.
જો કે હજુ સુધી કોઇ જૂથ દ્વારા અપહરણની જવાબદારી લેવામાં આવી નથી. તેમણે ઉમેર્યું કે તેઓ અપહૃત ટીમને છોડાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ સ્તરે સતત સંપર્કમાં છે.
