અતિથિ શાસકનું સન્માન અને યોગ ગુરુનું અભિવાદન

જાપાની વડા પ્રધાનને ‘કૃષ્ણ પંખા’ની ભેટ - ૧૨૫ વર્ષના યોગગુરુના સન્માનમાં નતમસ્તક

Saturday 26th March 2022 08:38 EDT
 
 

નવી દિલ્હીમાં મંત્રણાઓના દોર બાદ જાપાનના વડા પ્રધાન ફૂમિયો કિશિદાને કળાત્મક ‘કૃષ્ણ પંખા’ની ભેટ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. ચંદન કાષ્ઠમાંથી બનેલી આ કૃતિ રાજસ્થાનના ચુરુના કુશળ કારીગરોએ તૈયાર કરી છે. બારિક નક્શીકામથી શોભતા અને પારંપરિક સાધનોથી તૈયાર થયેલા આ ‘કૃષ્ણ પંખા’ પર ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની આકૃતિ ઉપરાંત ભગવાન કૃષ્ણની વિવિધ મુદ્રાઓને દર્શાવાઇ છે. જાપાનના વડા પ્રધાને બે દિવસના પ્રવાસ દરમિયાન પાંચ વર્ષમાં ભારતમાં રૂ. 3.20 લાખ કરોડનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે.


comments powered by Disqus