રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે જુદા જુદા ક્ષેત્રોની વિભૂતિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. ભારતીય જીવનપદ્ધતિ તથા યોગમાં વિશેષ યોગદાન માટે પદ્મશ્રી ખિતાબથી સન્માનિત કાશીના ૧૨૫ વર્ષના યોગ ગુરુ સ્વામી શિવાનંદ ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. સવાસો વર્ષની વયે પણ ચુસ્ત-દુરસ્ત યોગ ગુરુએ ઘૂંટણિયે પડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું ત્યારે વાતાવરણ ભાવુક થઈ ગયું હતું. વડા પ્રધાન પણ તેમના સન્માનમાં નતમસ્તક થયા. સ્વામી શિવાનંદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પણ આ જ રીતે અભિવાદન કર્યું. રાષ્ટ્રપતિએ તેમને ઝૂકીને ઊભા કર્યા હતા પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો હતો.

