કૂલ કેક્સ બેકરીઃ કેક માટે ધ બેસ્ટનોર્થવેસ્ટ લંડનના કિંગ્સબરી વિસ્તારમાં કેકનું નામ આવે ત્યારે લોકોના હૈયે અને હોઠે એક જ નામ હોય છે અને તે છે હનીપોટ લેનની ‘કૂલ કેક્સ બેકરી’. એક સમયે પૌલ’સ બેકરીના નામે જાણીતી ‘કૂલ કેક્સ બેકરી’ની સ્થાપના 1994માં કુલવિંદર કુમાર ઉર્ફે પોલ અને તેમના પત્ની સલિન્દર કૌર દ્વારા કરાઇ હતી.
કેક પ્રિપરેશનથી માંડીને કેક ડેકોરેશનનું આગવું કૌશલ્ય ધરાવતા પોલની આ સજ્જતાએ જ કૂલ કેક્સને લોકહૃદયમાં સર્વોચ્ચ સ્થાન અપાવ્યું છે. માસ્ટર બેકર તરીકે ત્રણ દસકા કરતાં પણ વધુ અનુભવ ધરાવતા પોલ માટે કેક ડેકોરેશન એક આર્ટ છે.
કેક ઈંડા વગરની હોય કે ઈંડા સાથેની, ‘કૂલ કેક્સ બેકરી’ની સ્વાદિષ્ટ અને સોફ્ટ કેક વેડિંગ, બર્થડે, એનિવર્સરી સહિતના જિંદગીના અણમોલ પ્રસંગોને યાદગાર બનાવે છે. આમાં પણ ફ્રેશ ક્રીમ કેક્સ, બટર ક્રીમ કેક્ક, આઈસિંગ કેક્સ અને ચોકલેટ કેક્સ માટે તો એટલું જ કહી શકાયઃ લાજવાબ.કૂલ કેક્સની લોકપ્રિયતાનું રહસ્ય શું છે? તેમાં વપરાતા ગુણવત્તાયુક્ત પદાર્થો અને તેને બનાવવાની આવડત.
અહીંની કેકમાં કોઇ પણ પ્રકારે એનિમલ ફેટ્સ તો નથી જ હોતી, પણ કેકમાં વપરાતી તમામ સામગ્રી ફ્રેશ હોય છે. એક અંદાજ મુજબ ‘કૂલ કેક્સ બેકરી’ અત્યાર સુધીમાં 50,000થી વધુ ગ્રાહકો માટે કેક બનાવી ચૂકી છે. અહીં બે કલાકમાં પણ કેક બનાવી અપાય છે.‘કૂલ કેક્સ બેકરી’નો તમામ સ્ટાફ કેક બનાવવામાં કાબેલ છે અને કસ્ટમર્સને બેસ્ટ સર્વીસ આપવા તત્પર રહે છે.
સ્વાદ અને સોડમના સમન્વય જેવી કેકની વિવિધ વેરાઈટીઝ માટે એક વખત તો ‘કૂલ કેક્સ બેકરી’ની મુલાકાત લેવી જ રહી. તમે વેબસાઇટ https://koolcakes.uk/ પર જઇને પણ તમારી પસંદગીની કેકનો ઓર્ડર આપી શકો છો.

