ક્વીન્સબરી સ્થિત ‘લંડન નૂતન સ્વામિનારાયણ મંદિર’ પરિસરમાં પૂજ્ય દિવ્ય સ્વામી અને પૂજ્ય સુખ સ્વામીની ઉપસ્થિતિમાં રક્ષાબંધન તથા ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા અમદાવાદથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી સાધુ સત્ય સંકલ્પ દાસજીની આજ્ઞાથી 14 ઓગસ્ટે આયોજિત આ પ્રસંગમાં હરિભક્તોએ સંતોના હાથે રક્ષા રાખડી બંધાવી અને વિશેષ આરતી કરીને દિવ્ય અનુભૂતિ કરી હતી.
પૂજ્ય દિવ્ય સ્વામીએ પ્રવચનમાં જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારો જે થઈ જશે એની હું રક્ષા કરવા બંધાયેલો છું. ભગવાને હર હંંમેશ રક્ષા કરી છે. પૂર્વે પણ કરી છે, વર્તમાનમાં કરી છે અને ભવિષ્યમાં પણ કરશે. ભગવાને વચન આપ્યો છે પણ આપણે પહેલા ભગવાનનો થવું પડશે. જે ભક્ત પોતાનો તન, મન અને ધન ભગવાનને અર્પણ કરે છે એના માટે ભગવાન કહે છે કે હું એનો પ્રારબ્ધ બનું છું. ભગવાનનું રક્ષણ, સંતોનું માર્ગદર્શન જેવી અમૂલ્ય વસ્તુઓ આપણને મળી છે. કરોડો જન્મે જે લાભના થાય એ બે મિનિટના સત્સંગમાં મળી જાય છે.
ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી તથા પૂજ્ય સંતોના સાનિધ્યમાં 27 ઓગસ્ટ શનિવારના રોજ ‘લંડન નૂતન મંદિર’ ઓપનિંગ સેરેમનીનો ભવ્ય પ્રોગ્રામ સાંજે 4:30 થી 8:30 વાગ્યે રાખવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ રવિવારે દિવ્ય રાજીપા સભા તથા સત્સંગ સભાનું આયોજન થશે. આવા વિવિધ દિવસોએ મંદિરે પ્રસાદી રાખવામાં આવી છે. આ બે પવિત્ર દિવસોમાં ગુરુજી આગમન, મહાપૂજા, અન્નકૂટ દર્શન, આરતી, મહાપ્રસાદ સિવાય ગુરુદેવ બાપજીના દિવ્ય આશીર્વાદનો લાભ મળશે. 23થી 31 ઓગસ્ટ સુધી ગુરુવર્ય સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળશે. સંત વિચરણ 13 ઓગસ્ટથી 7 સેપ્ટેમ્બર સુધી રહેશે. સત્સંગ મંડળે પરિવારના સભ્યો અને મિત્ર વર્તુળ સાથે ખાસ પધારવા નમ્ર વિનંતી કરી છે.
સરનામું - Unit 6, Bowman Trading Estate, Westmoreland Road, Queensbury , London NW9 9RL
સમ્પર્ક : 0203 630 0032 , 07430 712345
વિજયભાઇ રૂપાણીએ ક્વીન્સબરીમાં ‘લંડન નૂતન મંદિર’ની મુલાકાત લીધી
સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા UK Europe દ્વારા ક્વીન્સબરીમાં ‘લંડન નૂતન મંદિર’ ખુલ્લું મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શ્રી વિજયભાઇ રૂપાણીએ 10 ઓગસ્ટે મંદિરની ખાસ મુલાકાત લીધી હતી. વિજયભાઈએ જણાવ્યું હતું કે ભારત બહાર આપણા ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર, મૂલ્યોના જતન માટે જે પ્રયાસો થઈ રહ્યા છે, તે ખરેખર વંદનીય છે. ગુરુ ઇશ્વર પાસે લઈ જવાનો માર્ગ પ્રશસ્ત કરે છે અને મંદિર ધર્મ અને સંસ્કૃતિ સાથે પેઢીઓને સાંકળવા માટેના માધ્યમ છે. આ પ્રસંગે કમલેશભાઇ, શશિભાઈ વેકરીયા, સુરેશ મંગલગિરિ, કુણાલ ઠક્કર, દીપકભાઇ પટેલ, પ્રતિક શાહ ખાસ હાજર હતા.

