ગ્રાહકોના વિશ્વાસનું બીજું નામ ‘શ્રીહરિ જ્વેલર્સ’

Wednesday 17th August 2022 07:45 EDT
 
 

કોઈ સારો પ્રસંગ હોય કે ઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે લોકોનું ધ્યાન સૌપહેલા સોનાની લગડીઓ અને સોનાના આભૂષણો તરફ જાય છે. લગ્ન સહિતના પ્રસંગોએ સોનાના આભૂષણોની ખરીદી કરવાની હોય ત્યારે આપણે ખરીદી કરીએ તે શોપ કે જ્વેલર્સ વિશ્વાસપાત્ર હોય અને સારી ડિઝાઈન્સના આભૂષણો મળતા હોય તે આવશ્યક છે. આ બાબતે કિંગ્સબરીસ્થિત શ્રી હેમંતભાઈ સોનીના શ્રીહરિ જ્વેલર્સે ભારે નામના હાંસલ કરી છે. હેમંતભાઈ ધીરૂભાઈ સોનીનો પરિવાર દસ પેઢીથી ભારતમાં જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલો છે. તેઓ 1986થી લંડન આવ્યા ત્યારથી આ જ્વેલરી બીઝનેસમાં સંકળાયેલા છે. 10 ફેબ્રુઆરી, 2010ના દિવસે તેમણે કિંગ્સબરીમાં શ્રીહરિ જ્વેલર્સ નામથી હોલસેલ અને રીટેઈલ બિઝનેસના શ્રીગણેશ કર્યા છે. તેઓ લગ્નસરા કે સગાઈના પ્રસંગો માટે 22 કેરેટના સોનાના દાગીના, કપલ રિંગ્સ, ડાયમન્ડ અને સિલ્વરના આભૂષણોના વેચાણની સાથોસાથ સોનાની ખરીદી અને વેચાણમાં પણ નામના ધરાવે છે. શ્રીહરિ જ્વેલર્સ પોલ્કી ડાયમન્ડ તરીકે ઓળખાતા અનકટ ડાયમન્ડ્સ, કુંદનની કારીગરી અને જડતરના ઘરેણાં માટે પણ પ્રખ્યાત છે. તેઓ કસ્ટમરને ડિઝાઈન અનુસારના આભૂષણો તૈયાર કરી આપે છે.જ્વેલરીનો બિઝનેસ તેમના લોહીમાં છે. તેમના પત્ની દક્ષાબહેન અને પુત્ર કરણ પણ આ બિઝનેસમાં તેમને સાથ આપી રહ્યા છે. મૂળ વાઘોડીયા(વડોદરા)ના હેમંતભાઈએ રાજકોટમાં જ્વેલરી મેકિંગનો અભ્યાસ કર્યો છે અને એમના પિતાશ્રી ધીરૂભાઈના જ્વેલરી બિઝનેસમાં અનુભવ હાંસલ કરેલો છે.
હેમંતભાઈ કહે છે કે, ‘અહીં આવતા ગ્રાહકો અમારા શો રૂમમાં ફેમિલી જેવું વાતાવરણ ફીલ કરે છે. અમારા આભૂષણોની શુદ્ધતા, ડિઝાઈન ઉપરાંત અમારા વ્યવહારથી જ ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત થાય છે, એટલે જ એક વખત અમારી પાસેથી ખરીદી કરનાર ગ્રાહક બીજે જતા નથી.’


comments powered by Disqus