શીતલ્સ હેર એન્ડ બ્યુટી એટલે બેસ્ટ સર્વીસ અને બેસ્ટ પ્રોડક્ટનો સમન્વય

Wednesday 17th August 2022 08:13 EDT
 
 

શીતલ્સ હેર એન્ડ બ્યુટી ખાતે અમે આપણામાં માનસિક, શારીરિક અને આત્મિક એમ તમામ રીતે સંવાદિતાની ભાવના સર્જવાના મિશન સાથે કામ કરીએ છીએ. આ માટે અમે વાળ અને શરીર માટેની અમારી વિવિધ ટ્રીટમેન્ટ દ્વારા અમારા મહેમાનોને સંતુષ્ટ કરવા પ્રતિબદ્ધ છીએ. અમે અમારી ટીમને વિશેષ તાલીમ આપીને તૈયાર કરીએ છીએ જેથી તેઓ તમને પરફેક્ટ લૂક આપવા માટે તમારા વાળ અને લાઇફસ્ટાઇલ નક્કી કરવા તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરી શકે. અમે ફૂલ કન્સલ્ટેશન માટે અમારા મહેમાનોને પુરતો સમય આપીશું અને તેઓ જેટલી વાર શીતલ્સ હેર એન્ડ બ્યુટીની મુલાકાત લેશે તેટલી વાર દરેક સમયે વિશેષ અનુભવ મેળવે તેની પૂરતી કાળજી લઇશું. શીતલ્સ હેર એન્ડ બ્યુટીની મુલાકાતમાં અમારી સંખ્યાબંધ સેવાઓનો લાભ લઇ તમે પોતાને તરોતાજા અને ચેતનવંતા થયા હોવાનો અનુભવ કરશો. હેર એન્ડ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં લેટેસ્ટ માહિતી સાથે અમારા ગ્રાહકોને સેવા આપવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે અને અમે આ વિસ્તારમાં બ્યુટી સર્વિસિઝનું વ્યાપક સિલેક્શન ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ. જો તમે તમને પોતાને શ્રેષ્ઠ જોવા માગો છો તો તમારા વાળ અને સુંદરતાની જરૂરીયાતોની કાળજી લેવામાં અમારો વિશ્વાસ કરો.શીતલ્સ હેર એન્ડ બ્યુટીનાં શીતલબહેન કહે છે કે અમે એક દસકાથી આ ક્ષેત્રે કાર્યરત છીએ અને સફળતાના શીખરે બિરાજીએ છીએ તેના પાયામાં અમારી બેસ્ટ સર્વીસ અને બેસ્ટ પ્રોડક્ટ છે. અમે 10 વર્ષ પૂર્વે પહેલી ક્વિન્સબરીમાં પહેલી બ્રાન્ચ શરૂ કરી હતી અને સમયના વહેવા સાથે સીમાચિહ્ન અંકિત કરતાં ગયાં. આજે ક્વિન્સબરી ઉપરાંત કિંગ્સબરી, નોર્થવુડ અને એજવેર એમ ચાર બ્રાંચ હેર એન્ડ બ્યુટી કેર ક્ષેત્રે ઉત્તમ સેવા પૂરી પાડી રહી છે.


comments powered by Disqus