લંડનના રેનેર્સ લેન હેરો ખાતે નાનકડી જગ્યામાં અમારી શરૂઆત થઈ હતી. 2018માં રેનેર્સ લેન અને એપ્રિલ 2021માં કિંગ્સબરીમાં શ્રી સાઈ વડા પાંવનો શુભારંભ થયો હતો. શ્રી સાઈ વડા પાંવના મૂળ ભારતના ટેઈકઆઉટ ફાસ્ટ ફૂડ સેન્ટર્સથી પ્રેરિત તેમજ આરોગ્યપ્રદ રસોઈ પીરસવાની ધગશમાં રહેલા છે. અન્ય ભારતીય રેસ્ટોરાંથી વિપરીત શ્રી સાઈ વડા પાંવની સ્થાપના કશુંક અલગ જ પીરસવાની વિશેષ ભાવના સાથે કરવામાં આવી છે.
અમે જાણીએ છીએ કે ઘણા લોકોને ભારતીય ફૂડ પ્રત્યે વિશેષ લગાવ હોય છે.
જોકે, તેમાંના ઘણાં લોકોને ભારતીય ખોરાકને વિશિષ્ટપણે સ્વાદિષ્ટ બનાવતા સામાન્ય બિનઆરોગ્યપ્રદ ઘટકતત્વો વિશે જાણકારી હોતી નથી કે આ તત્વો પસંદ હોતાં નથી. અમારા મેનુંમાં તમને એ સ્વાદિષ્ટ વાનગીઓ જોવાં મળશે કે જેની બનાવટમાં આરોગ્યપ્રદ અને સુગંધિત તેજાનાના ઉપયોગ કરાયો હોય છે.
શ્રી સાઈ વડા પાંવ લંડનમાં વિવિધ અને અદ્ભૂત ટેઈકઆઉટ લોકેશન્સ ધરાવે છે તેમજ ટુંક સમયમાં તેમાં વધારો પણ થઈ રહ્યો છે. લોકો માટે હાઈ સ્ટ્રીટ પર ખોરાકનો આનંદ માણવાનું સરળ અને સહેલું બની રહે તેમજ અમે ઈચ્છીએ છીએ.
અમે શહેરના દરેક ખુણા કે સ્થળ પર આ સેવા મળતી રહે તેમ કરવા માગીએ છીએ. દિવસનો કોઈ પણ સમય હોય, અમે તમને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ પીરસવા ચોક્કસ તત્પર રહીશું જેનાથી તમને સંપૂર્ણ આનંદ મળશે.
અમારું લક્ષ્ય ગ્રાહકને પરમ સંતોષ પૂરો પાડવાનું અને ગ્રાહકની અપેક્ષા કરતાં પણ વધુ સારું આપવાનું જ રહેશે.

