એરપોર્ટ પર ટ્રોલી લઈને ભાગતી આલિયા

Thursday 19th May 2022 08:17 EDT
 
 

સોશિયલ મીડિયામાં આલિયા ભટ્ટનો એક વીડિયો બહુ વાઇરલ થયો છે. જેમાં આલિયા એરપોર્ટ પર ટ્રોલી લઈને ભાગી રહેલી જોવા મળે છે. બ્લેક કલરના આઉટફિટમાં ટ્રોલી લઈને ભાગી રહેલી આલિયાને જોઈને અન્ય પેસેન્જર પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આ વીડિયો દિલ્હી એરપોર્ટનો હતો, જ્યાં આલિયા ટ્રોલી સાથે ભાગતી જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા બાદ જાણવા મળ્યું હતું કે આલિયા ભટ્ટ એક શૂટિંગના સીન માટે આ પ્રકારે એરપોર્ટ પર ટ્રોલી લઈને ભાગી રહી હતી. આલિયા ભટ્ટ સાથે કેમેરામેન અને કરણ જોહર પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.


comments powered by Disqus