નાટોમાં જોડાવાની જાહેરાત પછી ફીનલેન્ડને રશિયાની અણુહુમલાની ધમકી

Tuesday 17th May 2022 16:36 EDT
 
 

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચેનાં જંગને 80થી વધુ દિવસ વીતિ ગયા છે. રશિયાનાં મિસાઈલ્સ મારા અને બોમ્બમારામાં યુક્રેનનાં અનેક શહેરો તબાહ થઈ ગયા છે. ખંડેરમાં ફેરવાઈ ગયા છે આમ છતાં તે રશિયાને મચક આપતું નથી. રશિયાને યુક્રેન સાથેનાં જંગની ભારે કિંમત ચૂકવવી પડી છે. ફિનલેન્ડ અને સ્વીડન દ્વારા નાટોમાં જોડાવા તૈયારી દર્શાવાઈ છે. આવા સંજોગોમાં ફિનલેન્ડનાં રાષ્ટ્રપતિ સાઔલી નિનિસ્તો દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે તેનાં દેશ દ્વારા નાટોમાં જોડાવા અરજી કરવામાં આવી છે.  રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ પછી ફિનલેન્ડની નીતિમાં મોટો ફેરફાર થયો છે. ફિનલેન્ડ દ્વારા નાટોમાં જોડાવાની જાહેરાત પછી રશિયાએ ફિનલેન્ડ અને સ્વીડનને અણુ હુમલાની ધમકી આપી છે. બંને દેશનો થોડી ક્ષણોમાં નાશ કરવાની રશિયા ક્ષમતા ઘરાવે છે તેવી ચેતવણી અપાઈ છે.  યુક્રેનનાં વિદેશ પ્રધાન કુલેબા અમેરિકાનાં વિદેશ પ્રધાન એન્ટોની બ્લિન્કેનને બર્લિનમાં મળ્યા હતા. 


comments powered by Disqus