બિલ ગેટ્સને પણ કોરોનાનો ચેપ લાગ્યો

Tuesday 17th May 2022 16:39 EDT
 
 

ન્યુયોર્કઃ માઈક્રોસોફ્ટ કંપનીના સહસ્થાપક બિલ ગેટ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેના હળવા લક્ષણો વર્તાયા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તંદુરસ્ત ન થઈ જવું ત્યાં સુધી આઈસોલેશનમાં રહીશ. હું નસીબદાર છું કે મને કોરોનાની રસી અને બૂસ્ટર ડોઝ મળ્યા છે. મને ટેસ્ટિંગ અને મેડિકલ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે. બિલ ગેટ્સ ગરીબ દેશોમાં રસીઓ અને દવાઓ મળી રહે તે માટે પ્રયાસો કરતા રહે છે. 


comments powered by Disqus