વોશિંગ્ટન: વર્ષ 2022નું પહેલું ચંદ્રગ્રહણ કંઈક આ રીતે ન્યૂ યોર્ક સિટીના મેનહટનમાં જોવ મળ્યું. તેને સુપર ફ્લાવર બ્લડ મૂન પણ કહેવાય છે. ૧૯૮૯ પછી આ ચંદ્રગ્રહણ દેખાયું છે. તે ભારતમાં દેખાયું નથી, પરંતુ અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાં આશરે ૮૫ મિનિટ સુધી તેનો નજારો જોવા મળ્યો. જ્યારે ધરતી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ત્રણેય એક હરોળમાં આવે છે, ત્યારે ચંદ્ર લાલ દેખાય છે. ત્રણ કલાક, ૨૭ મિનિટ સુધી દેખાનારું આ દસકાનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ છે.
હવે પછીનું સુપર ફ્લાવર મૂન સાત વર્ષ પછી...
આ સુપર ફ્લાવર રેડ મૂનનો આહલાદક નજારો નિહળવાનો સંયોગ હવે 26 જૂન ૨૦૨૯માં બનશે. જે સૌથી વધુ ૧૦૨ મિનિટ દેખાશે.
ક્યાં ક્યાં દેખાયું?
આ શાનદાર સુપર ફ્લાવર મૂનનો નજારો પશ્ચિમ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાં જોવ મળ્યો હતો.

