શ્રીલંકાના નવા વડાપ્રધાન વિક્રમાસિંઘે ભારત સાથે ગાઢ સંબંધો સ્થાપવા તત્પર

Tuesday 17th May 2022 16:32 EDT
 
 

કોલંબો: આર્થિક પાયમાલી અને રાજકીય સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાનાં નવા પીએમ રાનિલ વિક્રમાસિંઘેએ ભારત સાથે વધુ ગાઢ સંબંધો બાંધવાની ઇચ્છા વ્યક્ત કરીહતી. સંકટ સમયે આર્થિક તેમજ અન્ય સહાય કરવા માટે તેમણે ભારતનાં પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે શ્રીલંકાનાં નવા પીએમ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જો કે નવા પીએમની નિયુક્તિ છતાં આખા દેશમાં વિરોધી દેખાવો ચાલુ રાખવા લોકએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારતનાં હાઈ કમિશ્નરે જણાવ્યું હતું કે શ્રીલંકાની નવી સરકારે સાથે કામ કરવા ભારત ઉત્સુક છે.
ભારત દ્વારા 3 અબજ ડોલરથી વધુની સહાય
ભારત દ્વારા શ્રીલંકાને આ વર્ષે 3 અબજ ડોલરથી વધુની આર્થિક સહાય કરવામાં આવી છે જેમાં લોન, ક્રેડિટ લાઈનઅને ક્રેડિટ સ્વાઈપનો સમાવેશ થાય છે. ભારત દ્વારા કેટલાક ટન ચોખા તેમજ અન્ય ખાદ્યચીજો ડીઝલ અને પેટ્રોલ પૂરા પાડવામાં આવ્યા છે.
આર્થિક સંકટ દૂર કરવું પ્રાયોરિટીઃ
રાનિલ વિક્રમાસિંઘે
રાનિલ વિક્રમાસિંઘેએ કહ્યું હતું કે દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવવો તે તેમની પહેલી પ્રાયોરિટી હશે. તેઓ દેશમાં અનાજ, પેટ્રોલ, અને ડિઝલ તેમજ વિજળી પૂરી પાડવા યુદ્ધના ધોરણો કામ કરશે. જ્યારે સમય આવે ત્યારે સંસદમાં બહુમતી પુરવાર કરવા તેમણે આશા દર્શાવી હતી.
ફક્ત એક દિવસ ચાલે તેટલા પેટ્રોલનો સ્ટોક છે : વિક્રમાસિંઘે
ભયંકર આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ સોમવારે ઠપ થયેલાં અર્થતંત્રને બહાર લાવવા અનેક જાહેરાતો કરી હતી જેમાં વૈકલ્પિક બજેટ રજૂ કરવાથી લઇને શ્રીલંકન એરલાઇન્સના ખાનગીકરણની જાહેરાતનો સમાવેશ થાય છે. વડાપ્રધાને એંમ પણ જણાવ્યું હતું કે શ્રીલંકામાં ફકત 1 દિવસ
ચાલે તેટલા પેટ્રોલનો સ્ટોક છે અને વીજકાપ 15 કલાક સુધીનો થઇ શકે છે.


comments powered by Disqus