ગોવામાં ફેરા ફરશે મૌની રોય-સૂરજ નામ્બિયાર

Monday 24th January 2022 05:43 EST
 
 

‘નાગિન’ ટીવી સિરિયલથી બહુ જાણીતી થયેલી એક્ટ્રેસ મૌની રોય અને બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર ટૂંક સમયાં લગ્નબંધને બંધાઇ રહ્યા છે. તેઓ ૨૭મી જાન્યુઆરીએ ગોવામાં મેરેજ કરશે. અગાઉ રિપોર્ટ્સ હતા કે મૌની અને સુરજ દુબઈમાં વેડિંગ સેરેમની રાખશે કારણ કે, સૂરજ દુબઈમાં સેટલ થયો છે અને મૌની તેને મળવા વારંવાર દુબઈ જતી હોય છે. જોકે છેલ્લા અહેવાલ મુજબ તેઓ ગોવામાં બીચ વેડિંગનો પ્લાન કરી રહ્યા છે. ગોવામાં તેમણે ફાઈવ સ્ટાર હોટેલ બૂક કરાવી છે અને ઈન્વિટેશન પણ અપાઈ ગયા છે. વિકી-કેટરિનાની જેમ ઈન્વિટેશન વિશે ચૂપ રહેવા તેમણે ગેસ્ટને જણાવ્યું છે. કોવિડના વધી રહેલા જોખમની વચ્ચે ગેસ્ટને વેક્સિન સર્ટિફિકેટ પણ સાથે રાખવા કહેવાયું છે. મૌનીએ તાજેતરમાં વેગેટર બીચ પર આવેલી હોટેલમાં બેચલર પાર્ટી રાખી હતી અને હવે આ જ હોટેલમાં તેમની વેડિંગ સેરેમની યોજાઇ છે. મૌનીના ગેસ્ટમાં કરણ જોહર, એકતા કપૂર, મનિષ મલહોત્રા અને આશકા ગોરડિયા કન્ફર્મ થયા છે. મેરેજની તૈયારી માટે મૌનીનો બોયફ્રેડ સૂરજ ઈન્ડિયા પહોંચી ગયો છે. 


    comments powered by Disqus