પાકિસ્તાનની પેટાચૂંટણીમાં ઇમરાને રાષ્ટ્રીય ધારાસભાની 8માંથી 6 બેઠકો જીતી

Tuesday 18th October 2022 16:57 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનના પક્ષ પાકિસ્તાન તહરિક-એ- ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીએ દેશમાં રવિવારે યોજાયેલી પેટાચૂંટણીમાં મોટો વિજય મેળવીને આલોચકોના મોઢા સીવી લીધા છે. સત્તાવાર પરિણામોની જાહેરાત હજી બાકી છે. પરંતુ પાકિસ્તાન મીડિયાનું માનો તો પીટીઆઈએ રાષ્ટ્રીય ધારાસભાની 8 પૈકીની 6 બેઠકો પર કબજો કરી લીધો છે. પીટીઆઈ એ રાષ્ટ્રીય ધારાસભાની 6 અને પંજાબ વિધાનસભાની 2 બેઠકો પર કબજો કરી લીધો છે. પીટીઆઈએ રાષ્ટ્રીય ધારાભાની 8 બેઠકો માટે યોજેયી પેટાચૂંટણીમાં 7 બેઠકો માટે ઉમેદવારો ઊભા રાખ્યા હતા. 6 ઉમેદવારો વિજેતા થયા છે. પંજાબ વિધાનસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં પીટીઆઈને ફાળે બે બેઠક ગઈ છે. પાકીસ્તાની મીડિયાનું માનો તો ઇમરાનના પક્ષે રાષ્ટ્રીય ધારાસભાની મરદાન, પેશાવર, ચારસાદા, ફૈસલાબાદ, નાનકાના સાહિબ, કોરાંગી, ખાનેવાલ અને બહાવલનગર બેઠકો પર કબજો કરી લીધો છે.


comments powered by Disqus