પૂ. વડિલો અને અમારા વ્હાલા બાલ દોસ્તો, નમસ્તે, આપ સૌનું સમર (ઉનાળુ) વેકેશન (રજાઓ) શરૂ થઇ ગઇ હશે કે થશે. ગયા સપ્તાહે જણાવ્યા મુજબ આ સપ્તાહથી આપણે ગુજરાતી શીખવાડવાનું શરૂ કરીએ. દાદા-દાદી/ નાના/નાનીએ એમના પૌત્ર- પૌત્રીઓને પ્રેમથી તૈયાર કરવાના છે; ગુજરાતી શીખવા. શરૂ કરીએ From known to unknown જાણીતા અક્ષરોથી અજાણ્યા અક્ષરો તરફ
• આપ સૌ ‘ડ’ એટલે અંગ્રેજીમાં એસ કહેવાય એ જાણો છો.
• અંગ્રેજી એસ ‘ડ’ ને ગુજરાતીમાં કહેવાય ‘DA ડ’
• ‘ડ’ માં એક લાકડી વચમાં મૂકી દો તો એ બની જાય ‘KA ક’
• ‘ડ’ માં નીચે ૨ મૂકી દો તો બની જાય ‘FA ફ’
• ‘ડ’ ની ડાબી બાજુથી એક નાની વાંકી લીટી કરો તો બની જાય ‘HA હ’
• ‘ડ’ માં નીચે સર્કલ (ગોળ) કરી દો બની જાય ‘THA ઠ’
મજા આવીને! કેટલું સરળ છે? વડિલો, આપ જ્યારે શીખવો ત્યારે
આ અક્ષરો સાથેના ચિત્રો બતાવવા જેથી બાળકોને ખ્યાલ આવે. ઉચ્ચાર બરાબર કરાવવા જરૂરી છે.
કેટલાય ગુજરાતી અક્ષરો અંગ્રેજીમાં હોતા નથી જેથી દ્વિધા થાય છે. સામાન્ય રીતે બાળકોને ગાતા ગાતા ઉચ્ચારોનું જ્ઞાન આસાનીથી આપી શકાય છે.
આ સપ્તાહે આપણે આ પાંચ અક્ષરને ઘૂંટી પાકકા કરાવીએ અને એમાંથી બનતાં શબ્દો શીખવીએ.
ડ ક ફ હ ઠ
કડક = Strong , Strict, Hard
હક = Right
હઠ = Stubborn, Obstinacy
કફ = Cough
ડફ = Kind of Indian Drum
આ પાંચ અક્ષર અને પાંચ શબ્દ શીખ્યા બાદ નાના વાક્યોમાં વાતો કરીએ.
• Hello - હેલો - નમસ્તે
• How are you? - Kem Chho?
- કેમ છો?
• I am fine. - Majama chhu
- મજામાં છું.
• Bye Bye - Aavjo - આવજો
• See you soon - Fari Malishu
- ફરી મળીશું.

