નવીદિલ્હીઃ એક એવી તારીખ જેના માટે પાકિસ્તાન આજે પણ શરમ અનુભવે છે અને તે છે 16 ડિસેમ્બર 1971. આ એ જ તારીખ છે, જેણે પાકિસ્તાનને કાયમ માટે શરમમાં મૂકી દીધું, આ એ જ તારીખ છે જેણે વિશ્વના નકશાને બદલ્યો અને પડોશી દેશ બાંગ્લાદેશનો જન્મ થયો.
વર્ષ 1971ના યુદ્ધને 51 વર્ષ થઈ ગયા, બાંગ્લાદેશ આજે 51 વર્ષનો થયો. આજના જ દિવસે 1971માં પાકિસ્તાની સેનાએ ભારત સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા અને સરેન્ડર કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપ જન્મ થયો બાંગ્લાદેશનો. આ યુદ્ધમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, ફિલ્ડ માર્શલ જનરલ માનેક શૉ અને જનરલ જગજીત સિંહની ભૂમિકા અગત્યની હતી.
માનવાધિકારનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને બાંગ્લાદેશમાં અત્યાચાર કર્યા અને નરસંહાર કર્યો જેમાં હજારો અને લાખો લોકોએ બલિદાન આપ્યું.
વર્ષ 1969માં મૂજીબુર રહેમાને એલાન કર્યું હતું કે પૂર્વી પાકિસ્તાન હવેથી બાંગ્લાદેશ કહેવાશે, જે બાદ સંગ્રામ શરૂ થયો અને તેઓ બાંગ્લા મુક્તિ સંગ્રામના પ્રણેતા બન્યા. પાક.ના અત્યાચારના કારણે લાખો પાકિસ્તાની ભારત આવવા લાગ્યા હતા. જે બાદ ઈન્દિરા ગાંધીએ પણ યુદ્ધનું એલાન કર્યું.
ભારતે બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપના માટે અનેક પ્રયાસ કર્યા હતા પણ જ્યારે અત્યાચાર અને નરસંહારે હદ વટાવી ત્યારે વાયુસેનાએ વચ્ચે આવવું પડ્યું અને 13 દિવસ ચાલેલા યુદ્ધ બાદ સેનાની બહાદુરી સામે નવા દેશે જન્મ લીધો.

