વરિષ્ઠ IFS અધિકારી નમગ્યા સી ખામ્પાએ કેન્યામાં ભારતીય હાઈ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ડેપ્યુટી હાઈ કમિશનર રોહિતભાઈ વઢવાણા અને ભારતીય હાઈ કમિશનની ટીમે તેમનું સ્વાગત કર્યું હતું. 18 સપ્ટેમ્બરના રોજ હાઈ કમિશન અને કેન ભારતી દ્વારા આયોજિત 'એક શામ સદાબહાર હિન્દી ગીતો કે નામ' કાર્યક્રમમાં હાઈ કમિશનર ખામ્પા હાજર હતા. હિન્દી દિવસ નિમિત્તે આ કાર્યક્રમમાં અનેક પ્રતિભાશાળી કલાકારોએ હિન્દી ભાષાની સમૃદ્ધ રચનાઓ રજૂ કરી હતી. હાઈ કમિશનરે ITEC દિવસની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો.
વરિષ્ઠ IAS સુબ્રમણ્યમ ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના CMD
BVR સુબ્રહ્મણ્યમ (lAS) ની ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) ના નવા CMD તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ એલસી ગોયલનું સ્થાન લેશે. વરિષ્ઠ IAS અધિકારીઓ સુનીલ બર્થવાલ અને વિવેક ભારદ્વાજને અનુક્રમે વાણિજ્ય અને ખાણ સચિવ તરીકે નિયુક્ત કરાયા છે.
વિક્રમ દોરાઈસ્વામી દિલ્હી પહોંચ્યા, લંડન આવવાની તૈયારી
યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી બાંગ્લાદેશમાંથી વિદાય લીધા બાદ દિલ્હી પહોંચ્યા હતા. 18 સપ્ટેમ્બરના રોજ, દિલ્લ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે તેમને મહારાણીની યાદમાં એક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું. શ્રી દોરાઈસ્વામીએ લંડન આવવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે, તેઓ ટૂંક સમયમાં અહીં ભારતીય હાઈ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે.
શેફાલી રાઝદાન દુગ્ગલ નેધરલેન્ડમાં યુએસ એમ્બેસેડર
ભારતમાં જન્મેલા રાજકીય કાર્યકર્તા, મહિલા અધિકારોના હિમાયતી અને માનવાધિકાર પ્રચારક, શેફાલી રાઝદાન દુગ્ગલને યુએસ સેનેટ દ્વારા નેધરલેન્ડ્સમાં યુએસના નવા રાજદૂત તરીકે સમર્થન આપવામાં આવ્યું છે. એક કાશ્મીરી પરંતુ હરિદ્વારમાં જન્મેલા, 50 વર્ષીય શેફાલીને માર્ચમાં રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
શેલે વેએલ સાવનને CEO નિયુક્ત કર્યા
શેલે વેએલ સાવનને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. વેએલની નિમણૂક 1 જાન્યુઆરી 2023થી અમલી બનશે જ્યારે તે શેલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ જોડાશે.

