19 મિલિયન ડોલરનું ‘વોરન બફેટ લંચ’

Sunday 26th June 2022 05:17 EDT
 
 

ન્યૂ યોર્ક: વિશ્વવિખ્યાત ઇન્વેસ્ટર વોરેન બફેટે સૌથી મોંઘા લંચ કાર્યક્રમની આગવી ઓળખ જાળવી રાખી છે. આ બિલિયોનેર ઇન્વેસ્ટર સાથે લન્ચ માટેની હરાજીમાં આ વખતે પ્રથમ વાર19 મિલિયન ડોલરની તગડી રકમ પ્રાપ્ત થઈ છે. આ માહિતી ઇબે લિસ્ટિંગ દ્વારા અપાઈ છે. હરાજીમાં એક અનામી વ્યક્તિ અને સાત અન્ય લોકોએ તગડી રકમ ખર્ચીને ન્યૂ યોર્કમાં બર્કશાયર હેથવેના ચેરમેન અને સ્મિથ એન્ડ વુલેન્સ્કીના ચીફ એક્ઝિક્યુટિવ સાથે લન્ચ કરવાની તક પ્રાપ્ત કરી છે. આ લંચ કાર્યક્રમની હરાજીનો આશય સાન ફ્રાન્સિસ્કો સ્થિત ચેરિટી ગ્લાઇડ માટે પૈસા એકત્ર કરવાનો છે. હરાજીનો પ્રારંભ રવિવારે 25 હજાર ડોલરની રકમ સાથે થયો હતો. સોમવાર સુધીમાં તો હરાજીની રકમ 2 મિલિયન ડોલરના પાર થઈ ગઈ હતી. જોકે સ્પર્ધાએ શુક્રવારે જોરદાર વળાંક લીધો હતો. બોલીના અંતિમ દિવસ શુક્રવારે એક સંભવિત બિડરે 11 મિલિયન ડોલરની રકમ બોલી લગાવી હતી જેના કારણે ખર્ચાળ હરીફાઈ શરૂ થઈ હતી અને અંતે હરાજીની કિંમત 19 મિલિયન ડોલરના સ્તરે પહોંચીને અટકી હતી.


comments powered by Disqus