કન્નડ અભિનેત્રી સ્વાતી સતીશની સર્જરીમાં છબરડો થતાં ચહેરો કુરૂપ બની ગયો

Sunday 26th June 2022 05:11 EDT
 
 

મુંબઇઃ કર્ણાટકમાં હજુ થોડા સમય પહેલાં જ મુન્નાભાઈ એમબીબીએસ છાપ ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરીમાં છબરડા વાળતાં કન્નડ અભિનેત્રી ચેતના રાજનું મોત નીપજ્યું હતું. હવે બીજી કન્નડ અભિનેત્રી આવા જ તબીબી છબરડાનો શિકાર બની છે. અભિનેત્રી સ્વાતિ સતીશને રુટ કેનાલ ટ્રીટમેન્ટમાં એનેસ્થેશિયાને બદલે સાલિસિલિક એસિડ આપી દેવાતાં તેનો સમગ્ર ચહેરો સોજાથી ફૂલી જઈને કુરુપ બની ગયો છે. રુટ કેનાલ ટ્રીટમેન્ટ આમ તો બહુ સામાન્ય ગણાય છે અને તેમાં ખાસ જોખમ હોતું નથી. જોકે બેંગ્લુરુની ઓરિક્સ ડેન્ટલ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ કરાવવા ગયેલી સ્વાતિને સપનેય ખ્યાલ ન હતો કે આ સર્જરી બાદ કદાચ તેની ફિલ્મ કેરિયર પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઈ જાય તેવી હાલત સર્જાશે. 


comments powered by Disqus