બાંગ્લાદેશમાં પૂરથી 31 લાખ લોકો વિસ્થાપિત

Thursday 23rd June 2022 04:31 EDT
 
 

ઢાકાઃ બાંગ્લાદેશમાં ભારે વરસાદ પછી પૂરે કેર મચાવ્યો છે. આ સ્થિતિમાં 21 લાખ લોકો વિસ્થાપિત થયા છે, જૈ પૈકી બે લાખથી વધુ લોકોને સરકારી રાહત છાવણીઓમાં ખસેડાયા છે. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવકર્મીઓ અત્યાર સુધી એક લાખથી વધુ લોકોને બચાવી ચૂક્યા છે. અહીંના જમાલપુર જિલ્લામાં સોમવારે તણાઈ જવાથી આઠ વર્ષીય બાળકીનું પણ મોત થયું. આ ઉપરાંત ભૂસ્ખલન સહિતની ઘટનાઓમાં પણ અત્યાર સુધી 26 લોકો મોતને ભેટી ચૂક્યા છે. સરકારી આંકડા પ્રમાણે, બાંગ્લાદેશમાં દર વર્ષે તણાઈ જવાની ઘટનાઓમાં 14 હજાર લોકોના જીવ જાય છે.


comments powered by Disqus