શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુકે દ્વારા 6થી 10 જુલાઇ સુધી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (SGVP, અમદાવાદ)ની દિવ્ય ઉપસ્થિતિમાં હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર હેઠળ શ્રીમદ ભાગવત કથાનો સમય બુધવાર 6થી શુક્રવાર 8 જુલાઇ સાંજે 5:00 pmથી 9:00 pm સુધી હશે, 9 જુલાઇ શનિવારે અને 10 જુલાઇ રવિવારે 9:00 am થી 9:00 pm સુધી રહેશે. શનિવારે જેંટ્સ કલ્ચરલ પ્રોગ્રામ અને રવિવારે પૂજા, લેડિઝ કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન થશે. કથામાં મહાપ્રસાદ આપવામાં આવશે. પ્રવેશ અને પાર્કિંગ નિ:શુલ્ક રહેશે. પોથી યજમાન બનવા માટે સંપર્ક કરી શકાય.
સ્થળ: SKLPC, West End Road,
Northolt, London UB5 6RE
