‘સિમ્બા’ના કાન છે સૌથી લાંબા

Wednesday 22nd June 2022 05:17 EDT
 
 

પાકિસ્તાનમાં જન્મેલી બકરી તેનો જન્મ થયાના ગણતરીના કલાકોમાં વિશ્વવિક્રમધારક બની ગઇ છે. આ બકરીના કાન 19 ઈંચ લાંબા છે. આ બકરીનું નામ સિમ્બા છે. અને સ્વાહિલી ભાષામાં તેનો અર્થ થાય છે લાયન. તેનો જન્મ થોડા દિવસ પહેલા જ કરાચી ખાતે થયો છે, અને આજકાલ તે સેલિબ્રિટી બની ગઇ છે. દેશવિદેશના અખબારોમાં તેના લાંબા કાનના સમાચાર છવાયા છે. આ બકરીના કાન એટલા મોટા છે કે તે ચાલતી હોય ત્યારે તે રીતસર જમીન પર ઘસડાય છે. સિમ્બાના માલિક મુહમ્મદ હસન નરેજાનીની તે અત્યંત પ્રિય બકરી છે. તેમનું કહેવું છે કે સિમ્બા ટૂંક સમયમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સત્તાવાર સ્થાન મેળવશે. તેનો ઉછેર પાકિસ્તાનના સૌથી મોટા શહેર નાગરા ગોટ ફાર્મમાં થઇ રહ્યો છે.


comments powered by Disqus