સરીન હોલિડેઝ સંગ માણો ફેમિલી અને ગ્રૂપ હોલિડેઝ

Wednesday 23rd February 2022 05:46 EST
 
 

સરીન હોલિડેઝ લિમિટેડ ટ્રાવેલ ઉદ્યોગમાં એર, કોચ અને ક્રૂઝ પેકેજીસના આયોજનમાં અગ્રેસર છે. વધુમાં, કંપનીને ટેલર્ડ, ફેમિલી અને ગ્રૂપ હોલિડેઝ તથા કોર્પોરેટ રિટ્રીટનો બહોળો અનુભવ છે. કંપની PTS અને ATOL માન્ય છે.
પ્રવાસન ઉદ્યોગના પ્રોફેશનલ અને ઉદ્યોગ સાહસિક તરીકે સંચાલક દીપ્તિ પંડ્યા તેમના ક્લાયન્ટ્સને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા સતત પ્રયત્નશીલ અને વચનબદ્ધ છે. તેઓ છેલ્લાં ૨૫ વર્ષથી ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. મહત્ત્વની વાત એ છે કે તેમણે આ સમયગાળામાં યુકે સહિત દુનિયાના મોટાભાગના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. તેથી તેઓ દરેક સ્થળની વિશિષ્ટતા અને પ્રવાસન દ્રષ્ટિએ તેના મહત્ત્વથી સંપૂર્ણપણે વાકે્ફ છે.
સરીન હોલિડેઝના ગ્રાહકો તેમની પર્સનલ કસ્ટમર સર્વિસની પ્રશંસા કરતા થાકતા નથી. કંપનીની દરેક ટૂરમાં વિવિધ ભાષામાં વાતચીત કરી શકતા અનુભવી ટૂર ગાઈડ હોવાથી તેઓ સહેલાણીઓને દરેક સ્થળની તમામ વિગતોની સરળ સમજ આપે છે. અનુભવી ટૂર મેનેજરો તમામ પ્રકારની ટૂર્સનું સંપૂર્ણ નિષ્ઠા સાથે સંચાલન કરે છે.
સાથે જ ટૂરના તમામ દિવસોમાં વૈવિધ્યપૂર્ણ સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો આસ્વાદ પણ માણી શકાય છે. સરીન હોલિડેઝની આઈટનરી ખૂબ જ ફ્લેક્સિબલ અને અમર્યાદિત સુધારાવધારા સાથેની હોય છે. પ્રવાસ દરમિયાન કંપની હંમેશા તેના ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાયોરિટી આપે છે.
દીપ્તિ પંડ્યા ક્લાયન્ટ્સને ટ્રાવેલ ઉદ્યોગના તેમના બહોળા જ્ઞાન અને અનુભવનો લાભ આપવા હંમેશા તત્પર અને કાર્યરત રહે છે. ક્લાયન્ટ્સને નવા ટૂર પેકેજીસ ઉપલબ્ધ કરાવવા માટે કંપની નવી ભાગીદારી વિક્સાવી રહી છે. તેમાં ફ્લાઈટ, ટ્રાન્સફર, ક્રૂઝ, કોચ, એકોમોડેશન અને ગ્રૂપ એક્સકર્ઝન્સનો સમાવેશ થાય છે.
સરીન હોલિડેઝ ત્રણ દિવસથી લઈને દસ દિવસ અને તેથી વધુ દિવસોની ટૂર્સનું આયોજન કરે છે. તેમાં એર ટૂર્સમાં આઈસલેન્ડ, ટ્યુનિશિયા તેમજ ભારતમાં ચારધામ યાત્રા, પંજાબ સ્પેશિયલ ટૂર તથા આંદામાન અને અષ્ટવિનાયક યાત્રાનો સમાવેશ થાય છે. કોચ ટૂર્સમાં આઈલ ઓફ વાઈટ, કોર્નવોલ – ડેવોન, વેલ્સ – સ્નોડોનિયા, સ્વીસ ડિલાઈટ, ઈજિપ્ત વીથ નાઈલ ક્રૂઝ, ગર્ન્સી - જર્સી ટૂર અને પેરિસ – ડિઝનીલેન્ડ, સ્કોટલેન્ડ, સ્વીસ સ્પેશ્યલ જ્યારે ક્રૂઝ ટૂર્સમાં કેરેબિયન ક્રૂઝનો સમાવેશ થાય છે.
વધુ વિગત માટે  Tel.: 0116 2662481, Mob.: 07841 430605 Email : [email protected],
Website: www.sereneholidays.co.uk.


    comments powered by Disqus