ગોવામાં ગુજરાતી મોડેલ પર દુષ્કર્મના કેસમાં ખાવડા ફાઈનાન્સના અનંત તન્નાની ધરપકડ

Tuesday 22nd November 2022 06:31 EST
 
 

ગાંધીધામઃ આદિપુર રહેતા અને ગાંધીધામમાં ખાવડા ફાઈનાન્સની પેઢી ચલાવતા અનંત તન્ના સામે ગોવામાં ગુજરાતી સ્ટ્રગલિંગ મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ગોવા પોલીસ આદિપુર દોડી આવી હતી. ફાઈનાન્સરની ધરપકડ કરીને આજે કોર્ટમાંથી તેના 3 દિવસના ટ્રન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને લઈને પોલીસ રવાના થઈ હતી. નોંધનીય છે કે, તાજેતરમાં અનંત તન્નાએ મોટા માથાઓ સહિતના આઠ આરોપી વિરુદ્ધ હનીટ્રેપમાં ફસાવીને રૂ.10 કરોડની ખંડણી માગવાનો કેસ નોંધાવ્યો હતો. બાદમાં, ગત તા.11ના તેના પર આયકર વિભાગના મેગા સર્ચ કારણે અનંત તન્નાનું નામ રાજ્યભરમાં ચર્ચામાં આવ્યું હતું.
કાલનગુટ બીચ નજીક હોટલમાં યુવતી પર દુષ્કર્મ
ફોટોશૂટ દરમિયાન યુવતી કચ્છના બિઝનેસમેને સાથે સંપર્કમાં આવ્યા બાદ ફોન નંબરની આપ લે કરી હતી. બાદમાં ગોવામાં સ્પા શરૂ કરવાનું કહી આરોપીએ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી હતી. યુવતીને ગોવાના કાલનગુટ બીચ નજીક આવેલી હોટલમાં ઉતારો આપ્યો હતો. જ્યાં આરોપીએ યુવતીને બિયર પીવાની ઓફર કરી હતી. પરંતુ બિયરની ના પાડતા ઘેનની દવા ભેળવી ફ્રુટ જ્યુશ પીવડાવ્યા બાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.


    comments powered by Disqus