લોકોની જિંદગી જોખમાય તે રીતે ઢોર છોડી દેનાર પશુમાલિકને સજા

Wednesday 23rd November 2022 06:57 EST
 
 

અમદાવાદઃ રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ અને મહત્ત્વના નિર્દેશો બાદ ભદ્ર સેશન્સ કોર્ટે પણ સીમાચિહનરૂપ અને માર્ગદર્શન ચુકાદો આપ્યો છે. લોકોનું જીવન જોખમાય તે રીતે ઢોરને રસ્તા પર ખુલ્લા મૂકી દેનારા અને અમ્યુકોના સેનેટરી ઇન્સ્પેક્ટરને જાહેરમાં અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપનારા આરોપી પ્રકાશ જયરામભાઈ દેસાઈને ભદ્ર કોર્ટે બે વર્ષની સખત સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે રખડતાં ઢોર મુદ્દે ઢોરમાલિક આરોપીને સજા ફટકારતો ગુજરાતનો આ સૌપ્રથમ અને મહત્ત્વપૂર્ણ ચુકાદો છે.
એડિશનલ સેશન્સ જજ સારંગા બી. વ્યાસે પોતાના જજમેન્ટમાં ગંભીર અવલોન કર્યું હતું કે આરોપી ઢોરમાલિકે અન્ય લોકોનું જીવન જોખમાય તે રીતે ઢોર છૂટાં મૂકી દીધાં હતાં અને ફરિયાદી સેનેટરી ઇન્સ્પેક્ટરને જાહેરમાં અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય રીત બહુ ગંભીર ગુનો પુરવાર થાય છે.


    comments powered by Disqus