નવી દિલ્હી: ભારતે આંતરાષ્ટ્રીય મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાની શરત ખતમ કરી દીધી છે. સરકારે એક જાહેરાતમાં કહ્યું છે કે ભારત આવનાર વિદેશીઓને હવે સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ ભરવાની જરૂરી નહિ પડે. આ નિર્ણય મધરાતથી અમલી બની ગયો છે. આની સાથે જ હવે આંતરાષ્ટ્રીય આગમન માટે કોરોનાની રસી મુકાવવાનું ફરજિયાત નહિ રહે. અત્યાર સુધી બોર્ડિંગ અગાઉ આ ફોર્મ ભરવાની જરૂર પડતી હતી. ફ્રિક્વન્ટ ફ્લાયર્સ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ભારત માટે ઉડાન ભરવા અગાઉ એર સુવિધા ફોર્મ ભરવા અને જમા કરવાની શરતને ખત્મ કરવાની માગણી કરી રહ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નોટિસમાં કહ્યું કે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે કોવિડ -19 ના કેસોમાં સતત ઘટાડાને જોતા તેમજ કોવિડ-રસીકરણ કવરેજમાં મહત્વની પ્રગતિના સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત દિશા-નિર્દેશ જારી કર્યા છે. જેની હેઠલ ઓનલાઇન એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ ભરવાનું બંધ કરી દેવાયું છે.

