મોસ્ટ વોન્ટેડ આતંકી હરવિંદર રિંદાનું પાકિસ્તાનમાં મૃત્યુ

Wednesday 23rd November 2022 07:34 EST
 
 

નવી દિલ્હીઃ પંજાબના કુખ્યાત ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતકંવાદી હરવિંદર રિંદાનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું છે. જો કે તેનું કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. અમૂક મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને ગોળી વાગી હતી. જ્યારે અમુકમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુનું કારણ દવાનો ઓવરડોઝ છે. આ દરમિયાન બબિહા ગેંગે સોશિયલ મિડિયા ઉપર દાવો કર્યો છે કે તેણે રિંદાને મારીને સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનો બદલો લીધો છે. પંજાબમાં છેલ્લા અમૂક સમયમાં બનેલી મોટી ઘટનાઓમાં રિંદાનો હાથ હોવાનું પણ સામે આવ્યું હતું.
એક અહેવાલ મુજબ રિંદાને કિડનીની બિમારી હતી. લાહોરની જિંદલ હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. ત્યાંથી રિંદાને મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ રિંદાને હોસ્પિટલમાં એક ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. બંબિહા ગેંગે સોશિયલ મિડિયા ઉપર દાવો કર્યો છે કે રિંદાને તેણે જ પાકિસ્તાનમાં સેટ કરાવ્યો હતો. ત્યાર બાદ તે વિરોધી ગેંગમાં સામેલ થયો હતો. તેણે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં પણ ગેંગસ્ટર લોરેન્સ અને ગોલ્ડી બરાડની સાથ આપ્યો હતો. રિંદા ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો હતો. કહેવાય છે કે ભારતમાં બીકેઆઈનો હેન્ડલર રિંદા જ હતો. પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને આતંક ફેલાવવા પાછળ રિંદા જ હતો. રિંદા પંજાબના તરનતારનો હતો.


comments powered by Disqus