આણંદ ઓવરસીસ બ્રધરહુડ, યુ.કે.ના 2022ના નવા હોદ્દેદારો

પ્રમુખપદે કોકિલાબેન પટેલ - જાગૃતિબહેન પટેલ ઉપપ્રમુખ

Wednesday 24th August 2022 09:21 EDT
 
 

શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ-યુરોપ સાથે સંલગ્ન "આણંદ ઓવરસીસ બ્રધરહુડ-યુ.કે" પાંચેક દાયકાથી લંડનમાં સક્રિય છે. રવિવાર, તા.૨૧ ઓગષ્ટના રોજ વેમ્બલી સ્થિત શ્રી સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં નીચે મુજબના હોદ્દેદારો ૨૦૨૨-૨૪ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજના કુલ ૬૬ ગામોમાં "આણંદ ઓવરસીસ બ્રધરહુડ-યુ.કે.”ના સૌ સભ્યોએ પ્રથમવાર મહિલા પ્રમુખ અને હોદ્દેદારોને સંસ્થાનું સુકાન સોંપ્યું છે જે ખૂબ આવકારદાયક છે. યુ.કે.માં સક્રિય તમામ સમાજ અને સંસ્થાઓએ પણ મહિલાશક્તિમાં વિશ્વાસ મૂકી સંસ્થાનું સૂકાન સોંપવું જોઇએ.
 પ્રેસિડેન્ટ- કોકિલાબેન પ્રવિણભાઇ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ- જાગૃતિબેન રાજેશભાઇ પટેલ, સેક્રેટરી- રશ્મિકા તારકભાઇ પટેલ, જોઇન્ટ સેક્રેટરી- કિન્નરી હિતેન પટેલ, ટ્રેઝરર- કલ્પનાબેન યોગેશભાઇ પટેલ, સોશયલ સેક્રેટરી- ઉર્વશી ભુપેન્દ્રભાઇ ગજ્જર, PRO- સોનલ પ્રવિણભાઇ પટેલ.
કમિટી મેમ્બર્સ: રોહિતભાઇ યુ. પટેલ, હેતલ આર. પટેલ, જયેશકુમાર (પીન્ટુ) કે. પટેલ, યોગેશભાઇ આર. પટેલ, રાજેશભાઇ એન. પટેલ, તારક આર. પટેલ, મીનકેતુ જે. પટેલ, હિતેન પી. પટેલ, પ્રવિણભાઇ કે. પટેલ, ભૂપેન્દ્રભાઇ બી. ગજ્જર, પુષ્પાબેન આર. પટેલ, રેણુકાબેન વાય. પટેલ, જ્યોતિકા એમ. પટેલ, ડો. પ્રવિણભાઇ એમ. પટેલ, સંદીપકુમાર ડી. પટેલ. (તસવીરમાં સોનલ પી. પટેલ, કિન્નરી એચ. પટેલ, પ્રવિણભાઇ કે. પટેલ ઉપસ્થિત નથી)


comments powered by Disqus