નવનાત વડિલ મંડળે ગોલ્ડન માઇલ સ્ટોન વટાવી ગયેલ સભ્યોને સન્માન્યા

Wednesday 24th August 2022 07:45 EDT
 
૮૫ વર્ષની વય વટાવી ગયેલ વડિલોના સન્માનની એક તસવીર
 

૨૯ જુલાઇના રોજ નવનાત વડિલ મંડળે ૮૫ની વય વટાવી ગયેલ સભ્યોનું બહુમાન કર્યું. એવોર્ડ સર્ટિફિકેટથી નવાજ્યાં.
ભાઇઓને ભારતીય જેકેટ અને બહેનોને ગીફ્ટ વાવચર્સ, પુષ્પ ગુચ્છ, કેસરની ડબ્બી તેમજ નવનાત વડિલ મંડળના લોગો વાળો મગ આપી સન્માનીત કર્યા. શકુબહેન શેઠ અને મહેમાનોના હસ્તે આ પ્રેઝન્ટેશન કરાયું. ત્યારબાદ ગીત-સંગીત-નૃત્યથી ભરપુર બપોરની મોજ માણી. કિચન કમિટીની બહેનોએ સૌને હાથે રાંધી ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન જમાડ્યાં.


comments powered by Disqus