ભારતે ક્રેડિટ લાઈન હેઠળ 40,000 મેટ્રિક ટન ડીઝલનો વધુ એક જથ્થો શ્રીલંકા મોકલ્યો

Tuesday 24th May 2022 15:47 EDT
 
 

કોલંબો: આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાની મદદ ભારત સતત માલસામગ્રી મોકલી રહ્યું છે. આ જ સંબંધમાં ભારતે 40 હજાર મેટ્રિક ટન ડીઝલનો વધુ એક જથ્થો શ્રીલંકા મોકલ્યો છે. ડીઝલનો આ જથ્થો ક્રેડિટ લાઈન સુવિધા હેઠળ મોકલવામાં આવ્યો છે.
આ દરમિયાન શ્રીલંકાએ આજથી રાષ્ટ્રીય કટોકટી હટાવી લેવાની જાહેરાત કરી છે. 6મેની મધરાતથી સરકારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.
દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થતાં કટોકટી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાને ગયા મહિને જ વધારાના 50 કરોડની ક્રેડિટ લાઈન આપવાનો નિર્ણય લીધો હતો.
શ્રીલંકા 7.30 કરોડ ડોલરનું દેવું ન ચૂકવી શકતા અંતે નાદાર જાહેર થયું
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા અંતે નાદાર જાહેર થયો છે. તેના ઈતિહાસમાં પહેલી વાર તે નાદાર જાહેર થયો છે. શ્રીલંકાને સાત કરોડ 30 ડોલરનું ઋણ ચૂકવવા માટે 30 દિવસનો સમયગાળો અપાયો હતો, બુધવારે આ સમયગાળો પૂરો થયો પણ શ્રીલંકા ઋણ ચૂકવી ન શક્યું. શ્રીલંકાની મધ્યસ્થ બેંકના ગવર્નરે જણાવ્યું હતું કે તેમનો દેશ આર્થિક સંકટ ટાળવવા માટે ઋણ ચૂકવી શક્યો ન હોવાથી તે પ્રિએમ્ટિવ ડિફોલ્ટર છે. કોઈ દેશને દેવાળીયો ત્યારે કરવામાં આવે છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી લીધેલું ઋણ સમયસર ન ચૂકવી શકે અથવા તો ચૂકવી ન શકે. આ સ્થિતિ કોઈપણ દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.


comments powered by Disqus