વિશ્વના 12 દેશોમાં મંકીપોક્સના 92થી વધુ કેસઃ ભારત પણ એલર્ટ

Tuesday 24th May 2022 15:48 EDT
 
 

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 12 દેશોમાં ઓછામાં ઓછા 92 મંકીપોક્સ વાઈરસના કેસોને સમર્થન આપ્યું છે. આ સાથે જ ડબલ્યુએચઓએ ચેતવણી આપી છે કે આ સંક્રમણ વધુ દેશોમાં ફેલાવવાની સંભાવના છે. અત્યાર સુધીમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ, નેધરલેન્ડ, ઈટાલી અને સ્વિડન એમ કુલ 10 દેશોમાં મંકીપોક્સના કેસો સામે આવ્યા છે.
જોકે, અત્યાર સુધી આ વાઈરસને કારણે કોઈનું પણ મોત થયું નથી. જોકે, આ દેશોમાં 28 ટકા કેસો સંભવિત છે. ડબલ્યુએચઓએ જણાવ્યું છે કે તેમના સમર્થન માટે તપાસ ચાલી રહી છે.
એજન્સીએ જણાવ્યું છે કે અત્યાર સુધી આ વાઈરસની કોઈનું પણ મોત થયાના અહેવાલ નથી. મંકીપોક્સ વાઈરસ અંગે ભારત પણ એલર્ટ થઈ ગયું છે. કેન્દ્ર સરકાર આ વાઈરસ અંગે એલર્ટ થઈ ગઈ છે.


comments powered by Disqus