પ્રતિભાશાળી અભિનેતા મનોજ બાજપેયીએ રામા રેડ્ડીના અનટાઈટલ્ડ પ્રોજેક્ટ અને કનુ બહેલની થ્રિલર ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧ના અંતમાં જ પૂર્ણ કરી લીધું છે. આ પછી તેણે અભિષેક ચૌબેની આગામી ફિલ્મ પર કામ શરૂ કર્યું પરંતુ કોરોના ફેલાતાં ફિલ્મનું શૂટિંગ રોકી દેવાની ફરજ પડી છે. અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ પર દસેક દિવસનું કામ બાકી છે. ફિલ્મમાં મનોજ અભિનેત્રી કોંકણાસેન શર્મા સાથે સ્ક્રિન શેર કરતો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ મનોજ રાહુલ ચિટેલાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.
મનોજ બાજપેયીએ એક વાતચીતમાં કહ્યું હતું કે હું મારા કમિટમેન્ટ માટે પ્રતિબદ્ધ છું. નિર્માતાઓ સાથે કરેલા કમિટમેન્ટ્સ અનુસાર મારે તમામ ફિલ્મો સમયસર પૂરી કરવી છે. મારા પ્રોજેક્ટ મને વર્ષ ૨૦૨૩ના અંત સુધી વ્યસ્ત રાખશે અને તેથી જ મેં નવી સ્ક્રિપ્ટ્સ વાંચવાનું અને નેરેશન લેવાનું બંધ કરી દીધું છે. મારી પાસે આવતા વર્ષ સુધી તારીખો જ નથી.

