આસામ-મણિપુર સરહદ વિવાદ શિલોંગમાં હજુ પણ ભારેલો અગ્નિ

Wednesday 30th November 2022 06:37 EST
 
 

શિલોંગ: આસામ અને મણિપુર વચ્ચે કેટલાક વિવાદમાં ફરી એકવાર હિંસા ભડકી ઊઠી હતી. બંને રાજ્યોમાં લોકો વચ્ચેની હિંસામાં આસામ પોલીસે કરેલા ગોળીબારમાં 6 લોકોનાં મોત થયાં હતાં. આ પછી સતત પાંચમા દિવસે પણ શિલોંગમાં ભારેલો અગ્નિ જોવા મળતો હતો. ઘટનાના પગલે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી. જો કે તકેદારીનાં પગલાંરૂપે તોફાનગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ પાડવામાં આવી હતી. સળગતી સરહદો વચ્ચે પણ આસામ દ્વારા મણિપુરમાં જવા માટેના ટ્રાવેલ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા હતા.


comments powered by Disqus