ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસિ 2023ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન

Wednesday 30th November 2022 06:35 EST
 
 

નવી દિલ્હી: વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ભારતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસિને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિને અપાયેલી આ આમંત્રણ આરબ જગત સાથે સંબંધોને મજબૂત કરવાના ભારતના વલણને દર્શાવે છે. ઘટનાક્રમ સાથે માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગત ઓક્ટોબરમાં વિદેશપ્રધાન એસ.જયશંકર જ્યારે ઇજિપ્તના પ્રવાસ ગયા હતા ત્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સિસિને સત્તાવાર રીતે આમંત્રણ પ્રદાન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ઇજિપ્ત તેવા નવ દેશોમાં પણ સ્થાન પામે છે જેમને જી20માં ભારત દ્વારા મહેમાન દેશ તરીકે આમંત્રિત કર્યું છે. વર્ષ 2023માં જી20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે.


comments powered by Disqus