કતારમાં કેમલ ફ્લૂનું સંકટઃ ફિફા વર્લ્ડકપ પર તોળાતું જોખમ

Wednesday 30th November 2022 06:31 EST
 
 

કતારઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO સાથે સંકળાયેલા તબીબોએ ચેતવણી આપી છે કે ફિફા વર્લ્ડકપ ફૂટબોલ દરમિયાન કતારમાં કેમલ ફ્લૂ (ઊંટને લગતી બીમારી) ફેલાઈ શકે છે. આ બીમારી કોરોના વાઇરસ તથા મંકીપોક્સ જેવી ગંભીર બીમારી કરતાં વધુ ખતરનાક છે. ફૂટબોલ વર્લ્ડકપ માટે વિશ્વભરના સમર્થકો કતાર પહોંચ્યા છે અને તેમની વચ્ચે કેમલ ફ્લૂ ફેલાય તેવી પૂર્ણ સંભાવના છે. વૈજ્ઞાનિકોએ આ અંગે સંકેત આપ્યા છે કે, કતારમાં ફેન્સની ભીડ સતત વધી રહી છે અને સંક્રમણ વધે તેવી પૂરી સંભાવના છે. WHOએ એવી પણ ચેતવણી આપી છે કે કેમલ ફ્લૂ ઉપરાંત ઘણા પ્રકારની બીમારીઓ ફેન્સની વચ્ચે ફેલાઈ શકે છે. કતાર ખાતે હાલમાં ડેન્ગ્યૂ, હિપેટાઇટીસ-એ અને બી તથા ચામડીને લગતા રોગ ફેલાવાનું જોખમ વધ્યું છે. આ સાથે ચીનમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધતું હોઈ અહીં પણ કોરોનાના કેસ નોંધવાની વકી WHOએ ઉચ્ચારી છે.


comments powered by Disqus