નવી દિલ્હી: દેશમાં ત્રાસવાદી હુમલાઓ માટે યુવાનોની ભરતી કરવા અને તેમને ટ્રેનિંગ આપવાના મામલે જૈશ-એ- મોહમ્મદના પાંચ ત્રાસવાદીઓને સોમવારના દિવસે દિલ્હીની કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. વિશેષ જજ શૈલેન્દ્ર મલિકે ત્રાસવાદી સજ્જાદ અહમદ ખાન, બિલાલ અહમદ મીર, મુજફ્ફર અહમદ, ઇશ્ફાક અહમદ તેમજ મેહરાજુદ્દીન ચોપનને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. એક અન્ય ત્રાસવાદી તનવીર અહમદ ગનીને પાંચ વર્ષની કેદની સજા કરવામાં આવી છે.

