ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન રા્જયોમાં ભયાનક પૂરનો પ્રકોપ સૌથી વધારે છે. અહીં મોટા પાયે નુકાસન થયું છે. નેશલન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની માહિતી મુજબ પૂરના કારણે 3.30 કરોડ લોકો અસર પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં 45 લોકો મૃત્યુ પામ્યા છે, તે સાતે મૃત્યુનો કુલ આંક 982 સુધી પહોંચી ગયો છે. 113 લોકો ઘાયલ થયા છે, તે સાથે ઘાયલોની કુલ સંખ્યા 1456 થઈગઈ છે. દાયકાા સૌથી વિનાસખ પૂરનો સામનો કરી રહેલા પાકિસ્તાને સંખ્યાબંધ રાજ્યોમં બચાવ અન રાહતકાર્યોમાં મદ માટે સેનાને મેદાનમાં ઉતારવી પડી છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાહે કહ્યું કે પૂરના પાણીમાં ગંભીર રીતે ફસાયેલા વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્રને બચાવ અને રાહતકામમાં મદદ કરવા સેનાને આદેશ કરવામાં આવ્યો છે.
57 લાખથી વધારે લોકો ઘરવિહોણા
પાકિસ્તાનની અડધાથી વધારે ધરતી પુરના પાણીમાં ડૂબી ગઈ છે. 110 જિલ્લામાં 57 લાખથી વધારે લોકો ખોરાક અને આશરા વગર જ્યાં ત્યા ઊંચી જગ્યા શોધીને બેઠા છે. પાકિસ્તાન રેલવેએ સિંધ અને બલૂચિસ્તાનમાં ટ્રેન સેવાઓ બંધ કરીદીધી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે ક્વેટાની ફ્લાઇટ કેન્સર કરી દીધી છે.

