ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહેલીવાર રશિયા વિરૂધ મતદાન કર્યું

Tuesday 30th August 2022 16:36 EDT
 
 

સંયુક્ત રાષ્ટ્રઃ યૂક્રેન યુદ્ધ બાદ પહેલી વાર ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન પર એક પ્રક્રિયાગત મતદાન દરમિયાન રશિયા વિરૂધ પહેલીવાર મતદાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની 15 સદસ્યીય સુરક્ષા પરિષદે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને વીડિયો – ટેલિકોન્ફરેન્સ થકી બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. રશિયાની સેનાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ અમેરિકા સહિત સહયોગી પશ્ચિમી રાષ્ટ્રોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે. ભારતે બંને રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવામાં હમેશા સહયોગ આપ્યો છે. ભારત બે વર્ષ માટે UNSCમાં અસ્થાયી સભ્ય છે. જેનું કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરુ થશે. હજુ સુધી નવીદિલ્હી યુએનએસસીમાં યૂક્રેન મામલે બચતું રહ્યું છે. જેના કારણે અમેરિકા સહિતના પશ્ચિમી દેશો ભારતના વલણથી નાખુશ છે, ભારતે હજુ સુધી યૂક્રેન પર હુમલા મુદ્દે રશિયાની નિંદા નથી કરી.


comments powered by Disqus