સામગ્રીઃ રાજગરાનો લોટ - 1 કપ • ઘી - અડધો કપ • પાણી - 1 કપ • ખાંડ - અડધો કપ • ઇલાયચી પાઉડર - અડધી ચમચી
રીતઃ સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રાજગરાનો લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. લોટ શેકાય ત્યાં સુધી સાઈડમાં એક તપેલીમાં પાણી ગરમ કરો. લોટ શેકાઇ જાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. બધું પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવો. ખાંડ ઓગળે અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરીને ઈલાયચી પાઉડર અને મનપસંદ ડ્રાયફ્રૂટ મિક્સ કરો. તૈયાર છે રાજગરાનો શીરો.

