ભારતીય-ગુજરાતી વ્યાપારીઓના સાહસે નોર્થ હેરોની સિકલ બદલાઇ ગઇ

કોકિલા પટેલ Wednesday 27th April 2022 08:48 EDT
 
 

ગ્રેટર લંડનની મીડલસેક્સ કાઉન્ટીમાં લંડન બરો ઓફ હેરોથી ભાગ્યે જ કોઇ યુરોપિયન કે વિશ્વનો નાગરિક અજાણ હશે. કારણ કે હેરોની વિખ્યાત હેરો સ્કૂલમાં દેશવિદેશના અમીર સંતાનો (જેમાં પંડિત જવાહરલાલ નહેરૂ પણ ખરા)એ આ હેરો સ્કૂલમાં અભ્યાસ કરેલો. હેરોનું આ ઐતિહાસિક કેન્દ્ર ૪૦૮ ફૂટ (૧૨૪ મીટર) હેરો હિલની ટોચ પર છે. આજે એ ઐતિહાસિક વિસ્તારને હેરો ઓન ધ હિલ તરીકે ઓળખવામાં આવે છે અને તે જ્યોર્જિયનની સૂચિબધ્ધ ઇમારતો ધરાવતો સુરક્ષિત વિસ્તાર છે આર્કિટેક્ચર અને હેરો સ્કૂલનું ઘર, જે પબ્લિક સ્કૂલ એક્ટ ૧૮૬૮ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ ઇંગ્લેન્ડની સાત મુખ્ય છોકરાઓની બોર્ડિંગ સ્કૂલોમાંની એક છે. આધુનિક સમયનું એ ટાઉન ઉત્તર-પશ્ચિમ લંડનનું એક સ્થાપિત વ્યાપારી કેન્દ્ર છે.
સેંકડો ગોરેની મીડલસેક્સ કાઉન્ટીનું હેરો ૧૯૬૫માં ગ્રેટર લંડનનો ભાગ બન્યો તે પહેલાં મર્જ કરેલ હેરો મ્યુનિસિપલ બરો હતું. હેરો હિલની તળેટીમાં ખેતરોનું નાનું ગામ હતું. લગભગ એક સહસ્ત્રાબ્દી સુધી, હેરોનું કેન્દ્ર હિલની ટોચ પર હતું, પરંતુ ૧૯મી સદી દરમિયાન આમાં ફેરફાર થવા લાગ્યો. ૧૮૫૨ની આસપાસ, ગામમાં ૧૪૧ લોકો સાથે ૮ ઘરો, ૧૭ ઝૂંપડીઓ અને એક ધર્મશાળા હતી. આ વિસ્તાર મીડલસેક્સની ઐતિહાસિક કાઉન્ટીમાં આવેલા સો (Gore) ગોરનો ભાગ હતો.
 હેરો ઓન હિલની તળેટીમાં જયાં વસાહતે વસવાટ કર્યો તે આધુનિક નગરને ઐતિહાસિક રીતે ગ્રીનહિલ કહેવામાં આવતું હતું. ૧૯મી સદીમાં મેટ્રોપોલિટન રેલ્વેના આગમન સાથે, ગ્રીનહિલ હેરોનું કેન્દ્ર બન્યું અને તે ૨૦મી સદીની શરૂઆતમાં મેટ્રોલેન્ડ સબર્બિયાની બિનસત્તાવાર "કેપીટલ" તરીકે વિકસ્યું. હેરો-ઓન-ધ- હિલ સ્ટેશન સેન્ટ્રલ લંડન અને ચિલ્ટર્ન વચ્ચેના એક રેલવે કોરિડોર પર આવેલું છે.
આજે વસતી ગણતરીના મળતા આંકડા મુજબ હેરો બરોની કુલ વસતી લગભગ ૨૫૧,૨૦૦ જેટલી છે જેમાં બ્રિટીશ એશિયન વસતી લગભગ ૧૦૧,૮૦૮ જેટલી કહેવાય છે.મીડલસેક્સ કાઉન્ટીમાં સૌથી વધુ બ્રિટીશ ઇન્ડિયન રેસિડેન્સ હેરોમાં હેરોમાં ૬૩,૦૫૧ (૪.૫%) વસે છે જયારે બ્રેન્ટમાં ૫૮૦૧૯ (૪.૧%), ઇલીંગમાં ૪૮,૨૪૦ (૩.૪%) ઇન્ડિયન રેસિડેન્સ વસતા હોવાનું મનાય છે.
ઐતિહાસિક નોર્થ હેરો અને પીનર રોડ:
નોર્થ હેરો એ લંડન બરો ઓફ હેરોની અંદર મધ્ય હેરોના ઉત્તર-પશ્ચિમનો વિસ્તાર ગણાય છે. નોર્થ હેરોનું અંડરગ્રાઉન્ડ મેટ્રોપોલિટન લાઇન પરનું સ્ટેશન છે જે હેરો ટાઉન સેન્ટરમાં હેરો-ઓન-ધ-હિલ સ્ટેશનથી એક સ્ટોપ દૂર છે. નોર્થ હેરો સ્ટેશને ૧૯૧૫માં તેની સેવાઓ શરૂ કરી હતી જે પછી ૧૯૩૦માં તેનો પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો. નોર્થ હેરો ટ્યુબ સ્ટેશન ખોલવામાં આવ્યું ત્યારપછી ત્યાં ઉપનગર વિકસિત થયું તે પહેલાં, એ વિસ્તાર હૂકિંગ ગ્રીન તરીકે ઓળખાતો હતો. નોર્થ હેરોનું ટયૂબ સ્ટેશન ખૂલ્યા પછી તેના માર્ગો અને રેસીડેન્શીયલ રસ્તાઓ ત્યાર પછી વધુ વિકસ્યા. આ સ્ટેશન સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કેન્દ્ર છે.
 નોર્થ હેરો અને હેડસ્ટોનના પડોશમાં અને તેની આસપાસ સંખ્યાબંધ સીમાચિહ્નો છે જે આ વિસ્તારની મહત્તા વધારે છે. ઉત્તર હેરોની નજીકના વિસ્તારમાં હેડસ્ટોન મનોર અને મ્યુઝિયમ છે જે હેરોનો ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવે છે. આ સંકુલની અસ્કયામતોમાં હેડસ્ટોન મેનોર હાઉસ (જે ૧૩૧૦માં બનેલ) અને ગ્રેડ II નો સમાવેશ થાય છે જે 'ધ ગ્રેટ બાર્ન'ની યાદીમાં છે. રમતગમતની આઉટડોર સુવિધાઓ સાથે ૫૦ એકરથી વધુ મનોરંજનના મેદાન સાથેનો હેડસ્ટોન મનોર ભાગ પણ છે. આ હેરિટેજ સેન્ટર તેના ઈતિહાસ અને અનોખા આકર્ષણો અને તે ઓફર કરતી સુવિધાઓની શ્રેણી માટે મુલાકાત લેવા યોગ્ય છે.
નોર્થ હેરોની નજીક વેલ્ડસ્ટોનમાં અનેક ફેક્ટરીઓ ખોલીને કામદારોને આ વિસ્તાર તરફ ખેંચવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં વિશાળ ફલક પર કોડાક ફેક્ટરી કાર્યરત હતો, જેનો ઉપયોગ ફોટોગ્રાફિક સામગ્રી અને આર એન્ડ ડીના ઉત્પાદન માટે થતો હતો, જે એક સદી કરતાં વધુ સમયથી કાર્યરત હતી. એમાં સ્થાનિક નાગરિકો સહિત આપણા ઘણા એશિયનો, ભારતીયોને નોકરી મળતી હતી. આફ્રિકાથી આવેલા લોહાણા સમાજે હેડસ્ટોન લેન પર વિશાળ પ્લેગ્રાઉન્ડ-પેવેલિયન ખરીદી ત્યાં રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીગણેશ કર્યા હતા. એ જગ્યા પર અદ્યતન રઘુવંશી હોલમાં નોર્થ લંડન લોહાણા સમાજ અને એમના લોહાણા સિનિયર સિટીઝન્સની અનેકવિધ પ્રવૃત્તિઓ સતત ચાલતી હોય છે. એથી થોડેક અંતરે હેડસ્ટોન લેન પર જ્યાં એક જમાનામાં રેલ્વે વર્કર્સ ફૂટબોલ રમતા એ વિશાળ ગ્રાઉન્ડની જગ્યા પર ઐતિહાસિક પબ હતો ત્યાં આજે "બ્લુ રૂમ" રસ્ટોરન્ટમાં ભારતીય ખાણી-પીણી સાથે બોલીવુડ ગીતોથી વાતાવરણ ભર્યુ ભર્યુ રહે છે.
નોર્થ હેરો: ગુજરાતી-ભારતીયોનું મનગમતું સ્થાન:
હેરોની મધ્યમાં આવેલ નોર્થ હેરો ભારતીયો, ગુજરાતીઓ માટે મનપસંદ સ્થળ ગણાય છે. વિલ્ડસ્ટોન, પીનર, હેચ એન્ડ, વોટફોર્ડ વચ્ચે આવેલ આ વિસ્તાર નોર્થ હેરોમાં ૬૦ના દાયકા દરમિયાન ઇસ્ટ આફ્રિકાથી આવેલા ભારતીયો, ગુજરાતીઓએ આ શાંત અને સુલભ્ય વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કર્યું. વ્યાપાર કુશળ ગુજરાતીઓએ છેલ્લા ચાળીસેક વર્ષ દરમિયાન અનેકવિધ ક્ષેત્રે હરણફાળ ભરી છે. સેન્ટ્રલ લંડનથી હેરો ઓન ધ હિલ થઇ નોર્થ હેરો, પીનર, નોર્થવુડ, મૂરપાર્ક થઇ વોટફોર્ડ કે એમરશામ જતી અંડરગ્રાઉન્ડ ટ્રેન મેટ્રોપોલિટનમાં ટ્રાવેલ કરનારાઓમાં વ્હાઇટ કોલર જોબ કરનારા આપણા એશિયન યુથની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે.
નોર્થ હેરોની બાજુના પીનર, નોર્થવુડ કે હેચએન્ડના રહેવાસીઓ માટે નોર્થ હેરોમાં ઇન્ડિયન શોપીંગ કરવું ખૂબ સુગમતાભર્યું રહે છે.
વતનની યાદ કરાવે એવો વેપારધંધાથી હર્યોભર્યો પીનર રોડ:
નોર્થ લંડન સ્ટેશનની આસપાસ દુર્ગામહલ, સાગર જેવી ભારતીય અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ, પંજાબની ખાસ વેરાયટી લઇને કુલચા સ્પેશીયલે જમાવટ કરી છે.
નોર્થ હેરો સ્ટેશનની લગોલગ મીડલઇસ્ટનાં મસ્તમધુર ખજૂરની વેરાયટી, તાજાં શાકભાજી અને સૂકામેવાની ભરમાળ લઇને "એટલાન્ટીસ" મોડીરાત સુધી ગ્રાહકોની તહેનાતમાં રહે છે.

સ્ટેશનની સામે જ વિખ્યાત કન્સ્ટ્રકશન કંપની "વેસ્ટકોમ્બ" સહિત અનેકવિધ વ્યવસાયી ઓફિસો કાર્યરત છે. અહીં ભારતીય સોલીસીટર્સની ઓફીસ પણ કાર્યરત છે. પીનર, નોર્થ હેરો અને હેડસ્ટોનના ત્રિભેટે નથવાણી બંધુઓનો વિખ્યાત "વી.બી.સન્સ" ગ્રોસરી સ્ટોર આવેલો છે. પીનર રોડ પર BAPS સંચાલિત "સાયોના"ની ત્રણેક દુકાનોમાં જાતજાતનાં ફરસાણ, મિઠાઇઓ અને ચટપટા નાસ્તાથી ભરપૂર સેલ્ફો સૌ ગ્રાહકોને આકર્ષે છે. યુવાન એન્ટરપ્રુનર પ્રિયેન પટેલ ફાયર વે પીઝાનું નવલું નજરાણું લઇ આવ્યા છે. મળતી માહિતી મુજબ ૭૦ના દાયકામાં પીનર રોડ મોટરગાડીઓના શો રૂમ માટે જાણીતો હતો. અહીં દૂર દૂરથી લોકો ગાડીઓ ખરીદવા આવતા. એ પીનર રોડ ઉપર પૂર્વ આફ્રિકાથી આવેલા મુ.શ્રી શાંતિલાલ મશરૂએ સૌ પહેલો "સનરૂપ કેશ એન્ડ કેરી" નામનો ગ્રોસરી સ્ટોર ખોલ્યો હતો. અત્યારે ભાવિનભાઇ, સંદિપભાઇ અને વૈશાલીબેન "સનરૂપ કેશ એનડ કેરી"ની માલિકી ધરાવે છે.અહીં હિંમતભાઇ દાવડાનો 'નીતા કેશ એન્ડ કેરી" સ્ટોર છે. દિનેશભાઇ પોપટનો દુનિયાભરની કારપેટ અને લેમીનેટ ફલોરનો "કારપેટ રાઇટ"નો શો રૂમ છે.
 મુંબઇથી તન્મય માનેરિકર SKVP બેનર હેઠળ વડાપાંઉ ને કચ્છની દાબેલી લઇ આવ્યા છે. કૃતિન ગર્ગ 'દેશી હાઇપ' રેસ્ટોરન્ટ એન્ડ કોકટેલ બારમાં અવનવી રજવાડી વાનગીઓ લઇને પીનર રોડના પ્રવેશદ્વારે સૌનું સ્વાગત કરતા હોય એવું લાગે.
સહકાર આપનાર જાહેરાત
દાતાઓનો સહ્દય આભાર:
કારના ડોકટર Cardoc: નોર્થ હેરો સ્ટેશનથી થોડેક અંતરે જ સ્ટેશન રોડ ઉપર આ "કારડોક"નું વિશાળ બેનર જોઇ શકાય છે. માણસની જેમ મોટરગાડીને પણ એની બોડી ને એન્જિન ઉપર અસર થતી હોય, ઘસારો પડતો હોય છે ત્યારે એવી મોટરગાડીઓને આ "કારડોક" પાસે લાવવામાં આવે છે. આપણા રોગનું નિદાનકે શસ્ત્રક્રિયા માટે સ્પેશીયાલીસ્ટ હોય એમ અહીં તમામ બ્રાન્ડની ગાડીઓની સર્વિસ માટે તાલીમબધ્ધ સ્પેશીયલ એન્જિનયર્સ હોય છે. લાઇનબંધ ગાડીઓ એક જમાનામાં જ્યાં ગાડીઓના શો રુમનું ગોડાઉન જેવું હતું ત્યાં આજે "કારડોક"નું ગેરેજ સતત કાર્યરત રહે છે. આપ સૌને માન્યામાં નહીં આવે પણ આ વિશાળ "કારડોક"ના માલિક યુવાન કચ્છીમાડુ મહેશ વેંકરીઆ છે. એમના બે ભાઇઓ પણ હેરો અને પીનરમાં મોટરસર્વિસીસનો બીઝનેસ ધરાવે છે. બલદિયાના મૂળ વતની મહેશને પોતાના વતન-ગામ માટે ખૂબ ગૌરવ છે.
Devarshi Photo Ltd: ૧૭૪ પીનર રોડ પર નવયુગલોના અવનવા સ્ટાઇલીશ ફોટોથી "દેવર્ષિ ફોટોનો શો રૂમ સૌ કોઇને આકર્ષી રહ્યો છે. લેટેસ્ ટેકનોલોજી અને અત્યાધુનિક કેમેરામાં ખૂબ આર્ટીસ્ટીક રીતે તમારી યાદગાર પળોને કાયમી સંભારણું બનાવવું હોય તો દેવર્ષિ ફોટોના કુશળ ફોટો-વિડિયોગ્રાફર દ્વારકેશ કંસારાને જ બુક કરાવવા પડે. વર્ષો પહેલાના તમારા વડવાઓ, માતા-પિતાના ફોટા હોય, તમારા ૬૦-૭૦ વર્ષ જૂના તદન ઘસાઇ ગયેલા ફોટા હોય તો યુનિક ટેકનોલોજીથી દ્વારકેશભાઇ તમારા ઘસાઇને, ચૂંથાઇ ગયેલા ફોટાને તદન નવા જેવા બનાવી છે. પીનર રોડ વેસ્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સના તેઓ સેક્રેટરી છે. દ્વારકેશભાઇને હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઇસ્ટના એમ.પી. અને મેટપોલીસના વડા સાયમન ઓવેન્સે "એકસ્ટ્રા ઓડિનેટરી વર્ક અને કોમ્યુનિટી ફોટોગ્રાફી વર્ક" માટે એવોર્ડથી સન્માનિત કર્યા છે.
સનરૂપ કેશ એન્ડ કેરી: ટ્રાફિક અને રાહદારીઓથી ચક્કાજામ ઇંલીંગ રોડ પર શોપીંગ કરવા જવું એટલે માથાનો દુ:ખાવો થઇ જાય. ટ્રાફિક અને રાહદારીઓથી ભરચક રહેતા ઇલીંગ રોડ પર પાર્કિંગની પણ એટલી જ માથાકૂટ! ઇંલીંગ રોડ પરથી તમારે જે જોઇતું હોય એ લગભગ તમામ ચીજવસ્તુ હવે હેરોના પીનર રોડ પર ઉપલબ્ધ છે. પીનર રોડ પર તમને વીસેક મિનિટ સુધી ફ્રી કારપાર્ક મળી રહે છે. “સનરૂપ" કેશ એન્ડ કેરીમાં દાખલ થાવ એટલે તમને કયું રાશન. કઇ દાળ કે કઠોળ, કયા લોટ, મસાલા કે કયા ચોખા-દાળ, કઇ બ્રાન્ડનું તેલ કે ઘી લેવા એ એટલું વ્યસ્થિત રીતે "સનરૂપની શેલ્ફો પર ગોઠવાયું હોય છે કે તમારે શોધવાની પળોજણ જ નહિ. અહીં "ફૂડકો, જલપુર, નાટકો, ટીલ્ડા સહિત અનેક બ્રાન્ડનું રાશન મળી રહે છે. સાથે શાના, તાજ અને ગરવી ગુજરાત બ્રાન્ડના ફોઝન શાકભાજી, સ્નેક્સ મળી રહે છે. વૈશાલીબેન, ભાવિનભાઇ અને સંદીપભાઇ "સનરૂપ"માં આવનાર સૌને જય સ્વામિનારાયણ સાથે આવકારે છે.
તાજા ફ્રુટ,શાક-ભાજી સાથે "ગોકુલ: મુંબઇમાં શાકભાજી-ફ્રૂટ અને કેરીનો એક્સપોર્ટ બીઝનેસ કરતા કમલેશભાઇ તથા રાજુલબેન દાની ૧૯૯૭થી યુ.કે. આવીને સ્થાયી થયાં છે. છેલ્લા ૨૨ વર્ષથી પીનર રોડ પર શાકભાજી અને ફ્રૂટ્સનો બીઝનેસ કરતા રાજુલબેન કમલેશભાઇએ પહેલવહેલી દુકાન સડબરી કોર્ટ પરેડમાં કરી હતી ત્યારબાદ રેનર્સલેનમાં શાકભાજીની દુકાન કરી હતી. ઇન્ડિયા, કેન્યા, યુરોપ, સાયપ્રસ સહિત દેશવિદેશથી આવતા તાજાં ફૂટ્સ અને શાકભાજી 'ગોકુલ'ની સેલ્ફમાં ડિસ્પ્લે થાય છે. રાજુલબેન કમલેશભાઇ સાથે હવે એમનો દિકરો ફેનીલ દાની પણ બીઝનેસમાં જોડાયો છે.
A J Tours & Travels: ૧૧૪, પીનર રોડ ઉપર સતત ફોનની ઘંટડીઓ રણકયા કરે છે અને અમદાવાદ ડાયરેક્ટ, વાયા દિલ્હી કે વાયા મુંબઇ જવું છે? કયારે જવું છે? કયારે રીટર્ન થવું છે? ઇકોનોમી કે બીઝનેસમાં જવું છે? નૈરોબી કઇ હોટેલમાં જવું છે? મસાઇ મારા સફારીમાં હોટેલમાં જવું છે? કેટલા દિવસ રોકાવું છે? લાસ વેગાસ જવું છે? માયામી જવું છે, કેિલફોર્નયા જુવં છે? કયારે? ઓહો LAના હોલીવુડનજીક હોટેલમાં રહેવું છે? હોલીવુડની ટૂર કરવી છે? કેટલા જણ જાવું છે? ટેલિફોન પર સતત ગ્રાહકો સાથે આવો વાર્તાલાપ ચાલતો હોય એ A J Tours & Travelsને મોટાભાગના ગુજરાતીઓ જાણે છે. આ એ. જે. ટ્રાવેલ એન્ડ ટૂર્સના ડિરેકટર અજયભાઇ પટેલે ૧૯૯૩માં પીનર રોડ ઉપર (A J Travel) પહેલી ટ્રાવેલ એજન્સી શરૂ કરી હતી. એ પછી ૨૦૦૭થી તેમણે A J Tours & Travels બેનર હેઠળ ટ્રાવેલ એજન્સી શરૂ કરી છેજે IATA, ABTA, ATOL પ્રોટેક્ટેડ છે. A J Tours & Travels ના મેનેજર ધીરેનભાઇ સવાણી અને ઓપરેશન મેનેજર નિલેશભાઇ કેરાઇ ઓફિસમાં કાર્યરત હોય છે.
શોવરીન સેફ ડિપોઝીટ: વધતી જતી મોંઘવારી અને સોનાના વધતા જતા ભાવને કારણે એશિયન ઘરોમાં ચોરી-લૂંટફાટના બનાવો સતત બનતા રહે છે. હેરો-પીનર-નોર્થવુડ, હેચ એન્ડ, સ્ટેનમોર, વોટફોર્ડ, કેન્ટન, કિંગ્સબરી, વેમ્બલી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં વસતા એશિયનોની મુંઝવણ, તકલીફ, ચિંતાને સમજીને 90 Pinner Road ઉપર "શોવરીન" સેફ ડિપોઝીટ સેન્ટર લઇને આવ્યા છે. આપ અહીં સુરક્ષિત સેફ ડિપોઝીટ લોકર ભાડે રાખીને મનથી શાંતિ અનુભવશો. અહીં તમે લોકરમાં જાવ તો ઝડપથી પ્રવેશી શકો એ માટે સલામત જગ્યાએ કારપાર્ક છે, લોકરનું ભાડુ રોજના માત્ર ૨૫ પેન્સથી ભાડુ શરૂ થાય છે. અહીં સિક્યુરિટી સ્ટાફ તમારી સાથે ગુજરાતીમાં વાત કરી શકે છે. આપ "શોવરીન"ના સેફ ડિપોઝીટ લોકરમાં આપના દરદાગીના અને કિંમતી દસ્તાવેજો મૂકી નિરાંતે સૂઇ શકો છો.


comments powered by Disqus