જિગોઃ લીલી તું મોટી થઈને શું કરીશ?
લીલીઃ લગ્ન કરીશ.
જિગોઃ ક્યારેક તો કોઈના વિશે સારું વિચાર.
---
જિગઃ વાહ... તું તો ફોટામાં બહુ સુંદર
દેખાય છેને કંઇ?
લીલીઃ આવી વાત નહીં કરવાની.
લીલીઃ ખરેખર કહું છું... તું સુંદર દેખાવા શું કરે છે?
લીલીઃ ખાસ કંઈ નહીં, ચાર ફિલ્ટર એપ અને ફોટોશોપ એપનો ઉપયોગ કરું છું.
---
જિગોઃ સુખી થવું હોય તો એક વાત હંમેશા યાદ રાખજે.
ભૂરોઃ કઇ વાત?
જિગોઃ ઘમંડ અને પેટ વધવા લાગે ત્યારે માણસ ઇચ્છે તો પણ કોઈને ભેટી શકતો નથી.
---
જિગોઃ બાબા, તમે જે દોરો આપ્યો હતો તેનાથી મારી પત્ની તો નહીં, પણ મારી સામેવાળી જરૂર મારું કહ્યું કરવા લાગી છે. મારી સાથે હવે વાતો કરવા લાગી છે.
બાબાઃ કંઈ વાંધો નહીં, વત્સ... દોરાની ઇફેક્ટ ભલે ના થઈ, સાઇડ ઇફેક્ટ તો ખબર પડી.
---
ચંપાઃ સેવા-પૂજા કરો... તમારી તમામ મુશ્કેલીઓ જતી રહેશે.
ભૂરોઃ તારા પપ્પાએ બહુ કરી હશે નહીં?
લીલીઃ હા, તમને કેવી રીતે ખબર પડી?
ભૂરોઃ તારી સાથે લગ્ન કરીને.
---
જિગોઃ જીવનમાં સુખી થવું હોય તો એક નિયમ યાદ રાખજો
ભૂરોઃ કયો નિયમ?
જિગોઃ જીવનમાં કામ એવું કરો કે લોકો સામેથી કહે, તું રહેવા દે અમે કરી લઈશું.
---
જિગોઃ બાંકડે બેસતા હતા ને આપણને રમવા દેતા નહોતા એ કેમ આજકાલ દેખાતા નથી.
ભૂરોઃ મેં એમને એટલું કહ્યું હતું કે, કોરોના આવ્યા પછી યમરાજે પાડો વેચીને 7 સીટર ગાડી લઈ લીધી છે.
---

