નેપાળમાં કાઠમંડુ નજીક આવેલું છે દ્રક અમિતાભ બૌદ્ધ ભિક્ષુણી કેન્દ્ર. અહીં લ્હામો અને તેની બહેનો કરાટે સહિત આત્મરક્ષાના અન્ય દાવ અજમાવે છે. તેમાં તેમની નિપુણતાને કારણે તેમને અને તેમની ટીમને કુંગ ફુ ભિક્ષુણી (કુંગ ફૂ નન) તરીકે ઓળખવામાં આવે છે. આ ભિક્ષુણીઓ સદીઓ જૂની બૌદ્ધ પરંપરાને કાયમ રાખીને આધુનિક સમયના હિસાબે દુનિયાના પડકારોનો સામનો કરવાનું કૌશલ્ય શીખવાડે છે. તેમાં હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં અવર-જવરની સાથે સાથે જ આત્મરક્ષાના ગુણ શીખવવાનું પણ સામેલ છે. જેથી આ દયાની દેવીઓ પર જો કઈ ખરાબ નજર નાખે તો તેઓ તેની આંખ ખેંચી લે. ભિક્ષુણી પલ્મોએ જણાવ્યું કે અહીં કુંગ ફૂ ઉપરાંત ગાર્ડનિંગ, ઈલેક્ટ્રિકલ વર્ક, કન્સ્ટ્રક્શન વર્ક, કુક, સોલર પેનલનું કામ જોવા માટે પણ ભિક્ષુણીઓની ટીમ છે. અમને કોઈ કામ માટે બહારથી કોઈને પણ બોલાવવાની જરૂર પડતી નથી.ભિક્ષુણીઓ આત્મરક્ષાની ટ્રેનિંગ લેવા માટે દિલ્હી, મુંબઈ, ચંદીગઢથી લઇને લદ્દાખ સુધી જઈ આવી છે. હવે અમે સહુ સાથીઓ નવી વિદ્યાર્થિનીઓને જણાવીએ છીએ કે આપણા પર બદનિયત રાખનારનો સામનો કેવી રીતે કરવો, ખાસ તો એવા સમયે જ્યારે આપણે બસ, ટ્રેન કે જાહેર સ્થળોએ મુસાફરી કરી રહ્યાા હોઈએ.

