રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જીવનશૈલી ભલે આજે શાહી હોય પણ તેમનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું છે. પહેલી વાર ૨૦૦૦માં રાષ્ટ્રપતિ બનવાની સાથે જ તેમણે મનમાની શરૂ કરી દીધી હતી. પુતિનને આખી દુનિયા જિદ્દી, માચોમેન અને અતિશય મહત્ત્વાકાંક્ષી નેતા તરીકે જુએ છે. અહીં પુતિન વિશે એવી જ કેટલીક માહિતીઓ પર નજર કરો...
• પુતિને સત્તામાં ટકી રહેવા બંધારણમાં મનમુજબના ફેરફાર કરાવ્યા. રશિયાના બંધારણમાં કોઈ પણ નેતા સતત ૩ વખત રશિયાનો રાષ્ટ્રપતિ ન બની શકે. આ કારણે જ 2008માં પુતિને મેદવદેવને રાષ્ટ્રપતિ બનાવ્યા.
• પુતિન રશિયાને સોવિયેત યુનિયનવાળા દિવસો પાછા આપવા માગે છે. પુતિન રશિયાનું વિસ્તરણ કરી જૂના પ્રભુત્વને કાયમ કરવાનો ઈરાદો ધરાવે છે. તેમાં યૂક્રેન મહત્ત્વપૂર્ણ છે જેને તે રશિયાનો મુગટ માને છે.
• પુતિને સોવિયેત સંઘનો હિસ્સો રહેલા જ્યોર્જિયા વિરુદ્ધ 2008માં યુદ્ધ છેડ્યું હતું. 2014 માં ક્રીમિયા પર કબજો કર્યો હતો.
• 2021ની ચૂંટણીમાં ગેરરીતિના આરોપો વચ્ચે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોને સત્તા અપાવી હતી.
મહત્ત્વાકાંક્ષી : પોતાના માટે બંધારણમાં સુધારો કર્યો
• 1999ની શરૂઆતમાં યેલ્તસિનના પાર્ટીની અંદર અને બહાર ભારે વિરોધ છતાં પુતિન વડા પ્રધાન બની ગયા. યેલ્તસિનના રાજીનામા બાદ તે કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. 2000 અને 2004માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી વિરોધીઓને પતાવી નાખ્યા.
• માર્ચ 2012 અને પછી 2018માં પણ જીત્યા. 2020માં બંધારણમાં સુધારો કરાવ્યો. તેનાથી 2036 સુધી રાષ્ટ્રપતિપદે જળવાઇ રહી શકે છે.
• ગત એક દાયકામાં પડકાર આપનારા વિરોધી નેતા એલેક્સી નવેલનીને જેલમાં ધકેલ્યા.
• પુતિન જિદ્દી છે. પિતા ઈચ્છતા હતા કે બોક્સર બને પણ પુતિન જૂડો શીખ્યા. તેઓ માને છે કે લડાઈ થાય તો પહેલો પંચ પોતે જ મારે.

