ઈન્ડિયા વિઝા એપ્લીકેશન સેન્ટર ખુલ્લું મુકાયું

Wednesday 02nd November 2022 06:33 EDT
 
 

યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી દ્વારા 1 નવેમ્બર મંગળવારે ઈન્ડિયા વિઝા એપ્લીકેશન સેન્ટર (IVAC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મધ્ય લંડનના બોસ્ટન પ્લેસ, મેરીલેબોનમાં સ્થિત નવું સેન્ટર લંડનમાં ત્રીજું IVAC હશે. સમગ્ર યુનાઇટેડ કિંગડમમાં બેલફાસ્ટ, બર્મિંગહામ, બ્રેડફોર્ડ, કાર્ડિફ, એડિનબર્ગ, ગ્લાસગો, મધ્ય લંડન, હાઉન્સલો, લેસ્ટર અને માન્ચેસ્ટરમાં દસ IVAC નું નેટવર્ક છે.
આ સાથે જ લંડન અને બર્મિંગહામમાં હાલના IVAC એ શનિવાર અને વીકડેમાં બપોરે અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું છે. માર્ચથી, VFS ગ્લોબલે સમગ્ર યુકેમાં સપ્તાહાંતમાં કોન્સ્યુલર કેમ્પ સ્થાપવા માટે લંડનમાં ભારતના હાઈ કમિશનર અને તેના કોન્સ્યુલેટ્સ સાથે ભાગીદારી કરી છે. આ ઉમેરા સાથે વર્તમાન ક્ષમતા બમણી થઈ જશે જેથી વિઝા એપ્લિકેશન્સનું ઝડપી નિકાલ થઈ શકે.
આ અવસરે હાઈ કમિશનર દોરાઈસ્વામીએ જણાવ્યું કે, ગ્રુપ ટ્રેવલિંગ માટે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી. યુ.કે.ના પ્રવાસીઓ પાસે હવે વિઝા એટ યોર ડોરસ્ટેપ સર્વિસ (VAYD)નો વિકલ્પ પણ હશે.
તમારા કાગળો તમારા ઘરેથી એકત્રિત કરી શકાય છે અને તેની પ્રક્રિયા કર્યા પછી ઘરે પહોંચાડી દેવામાં આવશે.


comments powered by Disqus