રેપર બાદશાહની ‘નવી ઇનિંગ’

Sunday 06th November 2022 07:01 EST
 
 

રેપર તથા સિંગર બાદશાહે બે વર્ષ પહેલાં પત્ની જાસ્મિનને ડિવોર્સ આપ્યા હતા. હવે ચર્ચા છે કે તે પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ કરે છે. એટલું જ નહીં, તે છેલ્લા એક વર્ષથી ઈશા સાથે રિલેશનશિપમાં છે. તે વ્યક્તિગત કારણસર રિલેશનશિપને પ્રાઇવેટ રાખવા માગે છે. રેપર બાદશાહ થોડાં દિવસ પહેલાં જ વેબસિરીઝ ‘ફેબ્યૂલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇફ'માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં તેનો કેમિયો રોલ હતો. બાદશાહ તથા ઈશા પહેલી વાર એક મિત્રની પાર્ટીમાં એકબીજાને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ ડેટ કરવા લાગ્યા હતા. સૂત્રોના મતે બાદશાહે પરિવારને પણ ઈશા સાથેના સંબંધોની જાણ કરી છે અને પરિવાર આ સંબંધથી ઘણો જ ખુશ છે. જોકે, બાદશાહને પર્સનલ લાઇફ અંગે વાત કરવી બહુ પસંદ નથી અને તેથી જ તે આ મુદ્દે કંઇ બોલવાનું ટાળી રહ્યો છે. 2019માં બાદશાહ તથા જાસ્મિન વચ્ચેના વિવાદની વાતો સામે આવી હતી, અને બન્ને ત્યારથી અલગ રહે છે. તેમને દીકરી જેસી ગ્રેસ પણ છે. જોકે, કોરોના બાદ જાસ્મિન દીકરી સાથે લંડન જતી રહી છે. 


comments powered by Disqus