સામંથા ઓટો ઇમ્યુન ડિસિઝ મ્યોસાઈટિસથી પીડિત

Wednesday 02nd November 2022 07:01 EDT
 
 

સાઉથની સુપર હોટ અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ આખરે તેની બીમારી વિશે સત્તાવાર જાહેરાત કરી છે. સામંથાએ જાહેર કર્યા મુજબ પોતાને ઓટો ઈમ્યૂન ડિસીઝ ‘મ્યોસાઇટિસ’નું નિદાન થયું છે. સામંથાએ બહુ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર પોતાના પર્સનલ ફોટા મૂકવાના બંધ કરી દીધા હતા, અને તે સારવાર કરાવવા માટે લાંબો સમય અમેરિકા જતી રહી હતી. હવે આખરે તેણે પોતાની આ બીમારીની ઘોષણા કરતાં કહ્યું છે કે દરેકની જિંદગીમાં તડકી-છાંયડી આવતી હોય છે. આપણે પોતે પણ કોઈ બીમારી કે નબળી પરિસ્થિતિના શિકાર બની શકીએ છીએ, અને તે કબૂલવામાં કોઈ નાનમ નથી.  સામંથાએ સોશિયલ મીડિયા દ્વારા આ બીમારી વિશે લાંબી પોસ્ટ લખ્યા બાદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક હીરો, હિરોઈન, ફિલ્મ સર્જકો તથા તેના હજારો ચાહકોએ તેને હિંમત બંધાવી હતી અને તેનાં મનોબળનાં વખાણ કર્યાં હતાં. સામંથાના ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્યના ઓરમાન ભાઈ અક્કી અક્કીનેનીએ પણ તેને ઝડપી રિકવરીનો સધિયારો આપ્યો હતો. 


comments powered by Disqus