‘પાથેર પાંચાલી’ ભારતીય સિનેમાની ઓલટાઇમ બેસ્ટ ફિલ્મ

ટોપ-10માં ‘પ્યાસા’ અને ‘શોલે’નો પણ સમાવેશ

Saturday 05th November 2022 06:59 EDT
 
 

ઇન્ડિયા ચેપ્ટર ઓફ ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ ક્રિટિક્સ (FIPRESCI) દ્વારા ભારતીય સિનેમાના ઇતિહાસની 10 સૌથી શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરાઇ છે, જેમાં સત્યજિત રેની ‘પાથેર પાંચાલી’ને પ્રથમ સ્થાન અપાયું છે. FIPRESCIની સ્થાપના 1930માં કરાઇ હતી જે વિયેના ફિલ્મ ફેસ્ટિવલ, વોર્સો ફિલ્મ ફેસ્ટિવલ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કાર આપે છે. આ સર્વે ગુપ્ત રખાયો હતો અને તેમાં FIPRESCIના 30 સભ્યો સામેલ થયાં હતાં. યાદીમાં એક પણ તામિલ ફિલ્મને સ્થાન મળ્યું નથી, જ્યારે પાંચ હિન્દી, ત્રણ બંગાળી, એક મલયાલમ અને એક કન્નડ ફિલ્મને સ્થાન અપાયું છે.

દસ સદાબહાર ભારતીય ફિલ્મ

1. ‘પાથેર પાંચાલી’ (1955) સત્યજિત રે (બંગાળી)
2. ‘મેઘે ઢકા તારા’ (1960) રિત્વિક ઘટક (બંગાળી)
3. ‘ભુવન શોમ’ (1969) મૃણાલ સેન (હિન્દી)
4. ‘એલિપથ્થયમ્’ (1981) અદૂર ગોપાલકૃષ્ણન (મલયાલમ)
5. ‘ઘાટશ્રદ્ધા’ (1977) ગિરિશ કસારાવલ્લી (કન્નડ)
6. ‘ગર્મ હવા’ (1973) એમ એસ સથ્યુ (હિન્દી)
7. ‘ચારુલતા’ (1964) સત્યજિત રે (બંગાળી)
8. ‘અંકુર’ (1974) શ્યામ બેનેગલ (હિન્દી)
9. ‘પ્યાસા’ (1957) ગુરૂ દત્ત (હિન્દી)
10. ‘શોલે’ (1975) રમેશ સિપ્પી (હિન્દી)


comments powered by Disqus