પ્રણય કુમાર વર્માની નિમણૂકની સત્તાવાર જાહેરાત
વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, પ્રણય કુમાર વર્મા જેઓ હાલમાં વિયેતનામમાં ભારતના રાજદૂત છે, તેમની નિમણૂક પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે કરવામાં આવી છે. તેઓ ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે. તેઓ વર્તમાન હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીનું સ્થાન લેશે. દોરાઈસ્વામી યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.
સંદીપ આર્ય વિયેતનામમાં ભારતના આગામી રાજદૂત
સંદીપ આર્ય જે હાલમાં વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ છે, વિયેતનામમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે કે, આર્ય ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે.
રાકેશ અસ્થાનાના સ્થાને સંજય અરોરા દિલ્હીના નવા પોલીસ કમિશનર
તમિલનાડુ-કેડરના IPS અધિકારી અને ITBPના મહાનિર્દેશક સંજય અરોરાને દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરોરા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાનું સ્થાન લેશે.

