ઈમરાન ખાન સહિત 100 વિરુદ્ધ ઇશનિંદાનો કેસ દાખલ કરાયો

Tuesday 03rd May 2022 16:21 EDT
 
 

ઇસ્લામાબાદઃ મદીના ખાતે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને તેના પ્રતિનિધિમંડળ વિરુદ્ધ થયેલા સૂત્રોચ્ચાર સંબંધી ઘટનામાં પાકિસ્તાનની ફેઝલાબાદ પોલીસે દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમના રાજકીય પક્ષના અગ્રણી સહિત 100 લોકો સામે ઇશનિંદાનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે ઇમરાન ખાન, ફવાદ ચૌધરી, શેખ રશિદ, શાહબાઝ ગુલ, શેખ રાશિદ, સાહિબજાદા જહાંગીર ચિકો, અનિલ મુસરત, નબીલ નુસરત, ઉમર ઇલિયાસ સહિતના 100 લોકોએ મદીનાની મસ્જિદની પવિત્રતા અને કુરાનમાં કહેલી વાતોનું ઉલ્લંઘન કર્યું છે.
મદીનામાં શું બન્યું હતું?
વડાપ્રધાન બન્યા પછી શેહબાઝ શરીફ પોતાની કેબિનેટની પ્રધાને સાથે ત્રણ દિવસની સાઉદી મુલાકાતે પહોંચ્યા હતા. તે સમયે કહેવાતી રીતે પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના સમર્થકોએ તેમને ઘેરીને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર
કર્યો હતો.


comments powered by Disqus